ગુજરાતની આ જગ્યાએ એક પણ પૈસો લીધા વગર મોટામાં મોટા ઓપરેશન કરવામાં આવે છે એકદમ નિશુલ્ક, આપવામાં આવે છે રહેવાની તથા જમવાની સુવિધાઓ પણ…

જાણવા જેવું

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં આવેલ નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ એ બીમાર લોકો માટે સાચું સ્થળ છે. આમ તો સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સૌરાષ્ટમાં ભ્રમણ દરમિયાન આ વિસ્તારમાં એક નિઃશુલ્ક સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સ્વપ્નું હતું.

અને તે સ્વપ્ન 15 વર્ષ પહેલા જોયું હતું. પરોપકારમય જીવન જીવવાના પ્રખર હિમાયતી એવા સ્વામી નિર્દોષાનંદજીની પ્રેરણાથી અને દાતાઓના દાન તેમજ સેવક સમુદાયના સહયોગથી વર્ષ 2011થી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ખરા અર્થમાં દર્દી દેવો ભવના સુત્રને સાર્થક કરી રહી છે.

અહીં ટીમ્બી ગામે હોસ્પિટલના નિર્માણ માટે જમીન જયારે આ સંત આવ્યા ત્યારે તેમના શિષ્ય મનુબેન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. આ આરોગ્યધામ 9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું હતું. જેનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો હતો

અને તેનો અમલ કરીને તેમને આ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી પણ થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. ના ઓપરેશનો વિનામૂલ્યે થાય છે

24 કલાક ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ-ડીફ્રિબ્રીલેશ; મોનિટરિંગ વગેરેની સુવિધા.પણ ઉભી કરવામાં આવી છે

હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી એટલું જ નહીં અહીં ધર્મ/જ્ઞાતિ/જાતિના કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરવામાં આવે છે

આ ખરી માનવસેવા છે જેમાં સારવાર મફત, દવાઓ મફત, જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી . ટ્રસ્ટ દર મહિને હોસ્પિટલ માટે લાખો રૂપિયા ખર્ચે છે.આ હોસ્પિટલ ના સંચાલન માટે દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે.

અહીં હવે માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પણ રાજય ના અનેક ભાગ માંથી લોકો સારવાર માટે આવે છે આ હોસ્પિટલ હવે સોસીયલ મીડિયા ના માધ્યમ થી નિઃશુલ્ક સેવાના કારણે દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધ બન્યું છે. જેને લીધે હવે સમગ્ર ભારતમાંથી દર્દીઓ અહીં આવેલ છે અને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મેળવે છે.

અહીં ફક્ત દર્દીઓને સાજા કરવા જ નહીં પરંતુ તેમના સારા સ્વાસ્થ્ય માટે ગૌશાળા પણ રાખવામાં આવી છે જ્યાં ગીર ગાયનું દૂધ આ તમામ દર્દીઓને પીવા માટે આપવામાં આવે છે. તેથી દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ શકે. આ ઉપરાંત અહીં સગર્ભા મહિલાઓને સુખડી અને શીરો પણ આપવામાં આવે છે અને અહીં આવતા તમામ દર્દીઓ એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હસતા મોઢે પાછા જાય છે

આપેલા નંબર દ્વારા તમે હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. (02843) 242444,(02843) 242044, 8758234744