મધુ શ્રી વાસ્તવ બન્યા દબંગ: ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉં, વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ

તાજેતાજુ

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં દબાણો દૂર કરવાની તાલુકા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા છે. તેઓએ જરોદમાં કહ્યું હતું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે.

ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેઓના નિવેદનોને લઇ અવાર-નવાર વિવાદમાં આવતા હોય છે. જરોદમાં વેપારીઓને દબાણો દૂર કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપવા સાથે તેમણે જણાવ્યું કે, તેઓ ધારાસભ્ય છે તેથી ધારાસભ્ય ધારે તે કરી શકે છે. આ વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થય રહ્યો છે.

જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંઘકામ દૂર કરવા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જે અંગે વેપારીઓએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મેદાને ઉતર્યા હતા. વેપારીઓની રજૂઆતના પગલે આજે સવારે ધારાસભ્યએ જરોદ ગામમાં આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે
ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉં. વેપારીઓને એમ પણ કહ્યું છે કે તમે રસ્તો ખૂલ્લો રાખજો.