વૈજ્ઞાનિક મુજબ વધારે મચ્છર કરડવાના આ છે કેટલાક કારણો, જાણો એનું રહસ્ય..

સ્વાસ્થ્ય

ઘણા લોકોને ખુબ જ મચ્છર કરડતા હોય છે. આપણે ઘણા એવા લોકો પાસેથી સાંભળ્યું પણ હશે કે મને ખુબ જ મચ્છર કરડે છે. ક્યારેક કોઈ ગંદકી માં મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે મચ્છર બધી જગ્યા પર ફેલાય છે અને રોગચાળો પણ ખુબ જ વધી જાય છે.  આજે પ્રદૂષણના કારણે મચ્છરોની સંખ્યામાં વધારો થયો છે.

મોટાભાગના મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં માદા મચ્છર રોગ ફેલાવે છે. ઘણા લોકોને મચ્છર વધારે કરડવાની સમસ્યાઓ થતા આપણે જોયું હશે, ઘણીવાર એક સ્થાન ઉપર બે અલગ અલગ વ્યક્તિઓ બેસવા છતાં એકને મચ્છર વધુ કરડે છે તો એકને મચ્છર ઓછા કરડે છે, ઘણીવાર આ સમસ્યા વિચારમાં મૂકી દે છે, પરંતુ આજે અમે તમને એની પાછળનું રહસ્ય જણાવીશું કે કેમ આવું થાય છે, તેની પાછળ તમારું બ્લડ ગ્રુપ પણ જવાબદાર હોય છે, અને બીજા કેટલાક કારણો પણ.

મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને હમણા શોધાયેલ જીગા વાઈરસ જેવા રોગકારક વિષાણુઓ તેમજ જીવાણુઓના વાહક તરીકે મચ્છર રોગ ફેલાવવામાં મુખ્ય કારક બને છે. મચ્છર કરડવાની સમયથી તમે પણ પરેશાન હોય અને જો તમને પણ લાગે છે કે બીજા લોકો કરતા તમને વધારે મચ્છર કરડી રહ્યા છે તો ચિંતા ના કરો. ઘણા લોકોને આવી સમસ્યા થઇ રહી છે.

વૈજ્ઞાનિક વિકાસની સાથે સાથે મચ્છર નિયંત્રણ માટેના અનેક રસાયણો તેમજ પદ્ધતિઓ શોધાયી છે.  હાલમાં જ અમેરિકાની પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સના એક રિપોર્ટ પ્રમાણે મચ્છરોનું કરડવું જીન્સ ઉપર નિર્ભર કરે છે. જો તમારા માતા કે પિતા બંનેમાંથી કોઈ એકને વધારે મચ્છર કરડી રહ્યા હોય તો તમારી સાથે પણ આવું બની શકે છે. એટલું જ નહીં આ રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે “O” બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધારે કરડી શકે છે. આજે આપણે જાણીએ કે મચ્છર કઈ વસ્તુથી આકર્ષિત થાય છે અને કોને વધારે કરડે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે મચ્છર આપણા શરીરમાંથી પ્રોટીન લે છે. એક રિસર્ચ પ્રમાણે O બ્લડ ગ્રુપ વાળા લોકોને A બ્લડ ગ્રુપની તુલનામાં બમણા મચ્છર કરડે છે. તો B બ્લડ ગ્રુપના લોકોને સામાન્ય રૂપથી મચ્છર કરડે છે. આ ઉપરાંત મચ્છર પરસેવાની ગંધથી પણ આકર્ષિત થતા હોય છે, તેમજ જે લોકો વધારે પડતી બિયરનું સેવન કરે છે તે લોકોને પણ મચ્છર વધારે કરડતા હોય છે. મચ્છરોમાં રંગ ઓળખવાની પણ ક્ષમતા હોય છે. માટે આપણે કેવા પ્રકારના રંગના કપડાં પહેર્યા છે તે પ્રમાણે પણ મચ્છર કરડતા હોય છે.