શું લિવ ઈનમાં રહેવાથી થાય છે ફાયદા? જાણો લિવ ઇન રિલેશનશિપ એટલે શું? અને એના ફાયદા..

લેખ

ભારતમાં બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા થી પણ સમાજમાં કેટલાક લોકો નારાજ થઈ જતા હોય છે. એવા માં તેઓ માટે એક છોકરો અને છોકરી નું લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહેવું તે ખૂબ જ મોટી વાત હોય છે. તેઓ એવા લોકોને ટોન્ટ મારતા હોય છે અથવા તો પરેશાન કરતા હોય છે.

અમે તમને જણાવી દઈએ કે હવે તો ભારતમાં પણ લીવ ઇન રિલેશનને કાનૂનની માન્યતા મળી ગઈ છે. હવે કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને એક સારો નિર્ણય માની રહ્યા છે. તો ચાલો જાણી લઈએ શું હોય છે લિવ ઈન રિલેશનશિપમાં રહેવું..

લગ્ન એ ખુબ જ મોટો નિર્ણય હોય છે, તેમજ લિવ ઈન રિલેશનશિપમાં એકબીજા સાથે રહીને સામેવાળી વ્યક્તિની પસંદ, નાપસંદ અને વ્યવહાર વગેરેની સરળતાથી જાણકારી મળી રહે છે.

લિવ ઇન રિલેશનશિપ એટલે લગ્ન પહેલા છોકરા છોકરી બંને વચ્ચે શારી-રિક સબંધ જેવી ક્રિયા બને છે. તો ચાલો જાણી લઇએ કે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા થી કયા કયા ફાયદા થાય છે. એક સાથે કેટલાક દિવસો લીવ-ઈનમાં રહેવાથી તમને એ વાતની જાણ થઈ જાય છે કે તમારા પાર્ટનર તમને લઈને કેટલા સીરીયસ છે.

ક્યાંક એવું ન હોય કે તમારી સાથે શારી-રિક સબંધ બનાવીને તમારી સાથે ટાઇમપાસ કરતા હોય અથવા આ સંબંધને લઇને સિરિયસ ન હોય. આવી બાબતની જાણકારી લગ્ન પહેલા શારી-રિક સબંધ એટલે કે લીવ ઇન રિલેશનશિપ દ્વારા મળી રહે છે. કેટલાક લોકો લગ્ન માત્ર ફિઝિકલ થવા માટે સે@ક્સ કરતા હોય છે.

પછી લગ્નના થોડા સમય પછી આનંદ ઓછો થઇ જાય એટલે તેમનો ડિવોર્સ થઈ જતો હોય છે. એટલા માટે તમે લીવ- ઈનમાં રહીને એ વાત ક્લિયર કરી શકો છો કે સામેવાળી વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે કે નહીં. ક્યાંક તે તમારી સાથે લગ્ન માત્ર શારી-રિક સબંધ માટે જ તો નથી કરી રહ્યા ને..

લિવ ઇનમાં રહેવાથી તમારા પાર્ટનર સાથે તમારી સારી બોંડીંગ બની જાય છે, પછી લગ્ન બાદ તમને એકબીજા સાથે રહેવામાં કોઈ પરેશાની આવતી નથી. તમે એકબીજાનો સ્વભાવ સારી રીતે સમજી શકો છો, આનાથી લગ્ન પછી સિરિયસ લડાઈ-ઝઘડા પણ નથી થતા. એક લાઈફ પાર્ટનર ને સારો રૂમ પાર્ટનર પણ જોઈએ છે.

આપણે મોટાભાગે આપણા પાર્ટનરને બહાર કેટલાક સમય માટે મળતા હોઈએ છીએ તો બધુ વ્યવસ્થિત રહે છે. પરંતુ જ્યારે તમે બંને એક જ છતની નીચે રહેવાનું શરૂ કરો છો ત્યારે ઘણી નાની-મોટી વાતોને લઈને એડજસ્ટમેન્ટ થઈ શકતું નથી. એવામાં લિવ ઇનમાં તમે જોઈ શકો છો કે તમારા પાર્ટનર એક સારા રૂમમેટ પણ સાબિત થાય છે કે નહીં.

લગ્ન એક મોટી જવાબદારી પણ હોય છે. લિવ ઇનમાં સાથે રહેવાની સાથે તમને આ જવાબદારીનો અહેસાસ થાય છે. તમે પોતાની જાતની પરીક્ષા પણ લઈ શકો છો કે લગ્ન માટે તમે તૈયાર છો કે નહીં. માણસ થોડીક વાર માટે પોતાનો સ્વભાવ દંભી બનાવી શકે છે, પરંતુ લિવ ઇનમાં ૨૪ કલાક સાથે રહેવાથી તમારા પાર્ટનરનો અસલી સ્વભાવ વિશે તમને ખબર પડે છે. શારી-રિક સબંધથી તમારા બંને વચ્ચે પ્રેમ પણ વધે છે.