ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે. ભોજનમાં લવિંગ નાખવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. જેના ઉપયોગ થી ઘણી સમસ્યાઓ દુર થઇ શકે છે. આયુર્વેદમાં લવિંગનું ખુબ જ મહત્વ રહેલું છે. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કેજે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે તમને જણાવીશું લવિંગ વિશે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે લાભદાયી સાબિત થાય છે. લવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. તો ચાલો જાણી લઈએ લવિંગ નું સેવન કેવી રીતે કરવું..
વાળની સમસ્યા માટે :- દરેક સમસ્યા માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે. મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાળની સમસ્યા માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળીને પછી વાળને એ પાણીથી ધોઈ લેવા. આમ કરવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે તમારા વાળ જડમૂડથી મજબૂત પણ બને છે. જેનાથી ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
પેટનો દુખાવો : મોટાભાગના લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય છે, જો સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી, તેનું સેવન કરવામાં આવે તો પેટની દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત થશે. પાચન શક્તિ કમજોર હોવાની સમસ્યા પણ દુર થઇ જશે.
ખીલ ની સમસ્યા : લવિંગના પાઉડરનો ફેસપેક બનાવીને ઉપયોગ કરી શકો છો. આ માટે બે લવિંગ ને બાળી લેવા અને પછી લવિંગ ની રાખને ગાયના દૂધ સાથે મિક્સ કરી ને પેસ્ટ બનવી. આ પેસ્ટ જ્યાં ખીલ હોય ત્યાં લગાવો. તેમાં થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી શકો છો. તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
દાંત ના દર્દ માં : જે લોકો ને દાંત માં દુખાવો રહેતો હોય એ લોકોએ દાંત માં લવિંગ દબાવીને રાખવું જોઇએ. આનાથી દુખાવો ઓછો થાય છે એના વગર લવિંગના તેલથી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.દાંતના દુખાવામાં રાહત માટે લવિંગ તેલ ફાયદાકારક સાબિત થાય છે.
માથાનો દુખાવો : માથાનો દુખાવામાં પણ લવિંગ કારગર સાબિત થાય છે. જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરનું સેવન કરવાને બદલે એક બે લવિંગ નવસેકા પાણી સાથે લઈએ લેવા. થોડી જ વારમાં આરામ મળશે. સૌથી સારી વાત એ છે કે લવિંગ લેવાથી બીજી પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ થતી નથી.
મોઢા ની દુર્ગંધ ને દુર કરે : મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એક ગ્લાસ પાણીમાં ચાર લવિંગ વાટી ને નાખો. આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ થાય છે, તેની સાથે કોગળા કરો. લવિંગના પાણીથી કોગળા કરવાથી મોઢા ની દુર્ગંધ દુર થઇ જશે. તમારે આ ઉપાય સતત એક અઠવાડિયા સુધી કરવાનો રહેશે. જેનાથી મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.