લતા મંગેશકરનું રવિવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ અનેક યાદો મૂકીને ગયા છે. એમની યાદો રાજસ્થાન અને જયપુર સાથે પણ સંકળાયેલી છે. અહીંની સંસ્કૃતિ અને ભાષા પ્રત્યે એમને અનોખો લગાવ હતો. લતા મંગેશકરના લગાવનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, અહીંના દુષ્કાળ પીડિતોની મદદ માટે જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં એમણે ફ્રી શો કર્યો હતો.
સોમા ફી લેવાની જગ્યાએ એમને દુષ્કાળ પીડિતો માટે પોતાના તરફથી પણ પૈસા આપ્યા હતા. તેઓ ભૂખ્યા પેટે રહ્યા હતા અને 26 ગીતો ગાયા હતા. કારણકે ત્યારે એ ઉપવાસ પર હતા અને માટે એમને કંઈ જ ખાધું નહોતું.
એ શૉ 26 નવેમ્બર 1987ના રોજ યોજાયો હતો. એ શૉ એ 1 કરોડ 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જેનો ચેક દુષ્કાળ પીડિતો માટે આપવામાં આવ્યો હતો.
ચાર દિવસ રાજસ્થાનમાં રોકાયા હતા-1987 દરમિયાન રાજસ્થાનમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે સુર સંગમ સંસ્થા દ્વારા દુષ્કાળ પીડિતોની મદદ અર્થે આ શૉ નું આયોજન કરાયું હતું. સંસ્થા દ્વારા વિનંતી કરાતા લતા મંગેશકરે ફ્રી માં શૉ કરવા માટે હા પાડી હતી. એ પ્રોગ્રામમાં બધા જ કલાકારો એ ફ્રીમાં પર્ફોર્મ કર્યું હતું. એ શૉ સમયે લતા મંગેશકર ચાર દિવસ સુધી રાજસ્થાનમાં રોકાયા હતા. એમણે મોટાભાગનો સમય જયપુરમાં વિતાવ્યો હતો. એટલું જ નહીં, એ સમયે તેઓ અજમેર પણ ગયા હતા.
પોતાના નિયમો તોડ્યા હતા-દુષ્કાળ પીડિતોની મદદ માટે એમણે કરેલો એ શૉ હંમેશા યાદ રહેશે. તેઓ ચાર દિવસ સુધી જયપુરમાં જ રહ્યા હતા. તેઓ ગુરુવારના દિવસે કાયમ ઉપવાસ રાખતા અને ગુરુવારના દિવસે તેઓ ગીત ગાતા નહોતા. એમનો એક બીજો નિયમ પણ હતો કે તેઓ એક વખતમાં એક જ ગીત ગાતા હતા. એમને નિયમ હોવા છતાં પણ એમને થોડી વાર ના આરામ બાદ બીજું ગીત ગાયું હતું. તેમણે આ શૉ સમયે પોતાના બંને નિયમ તોડ્યા હતા. પોતાનો ઉપવાસ હોવા છતાં પણ એમને એક સાથે 26 ગીતો ગાયા હતા.
લતાજીએ જયપુર ઓડિયન્સને વર્લ્ડ ક્લાસ ગણાવ્યું હતું –જયપુર શોમાં 40,000 દર્શકો ટિકિટ લઈને એકઠા થયા હતા. કેસી માલુ ના જણાવ્યા પ્રમાણે લતા મંગેશકરના પર્ફોમન્સ સમયે pin drop silence ની સ્થિતિ હતી. દર્શકોનું એ અનુશાસન જોતા લતાજીએ કહ્યું હતું કે, ‘ જયપુરની ઓડિયન્સ વર્લ્ડ કલાસ છે. ‘