લસણનો આ રીતે ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓ થશે દુર, જાણો એના ફાયદા

સ્વાસ્થ્ય

લસણ અત્યંત ફાયદાકારક હોય છે. લસણમાં વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. લસણની એક કળી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. એટલે કે તે માત્ર આપણા ખાવાનો સ્વાદ જ નથી વધારતું, પણ આપણા આરોગ્યનું પણ ધ્યાન રાખે છે.

આજે અમે તમને લસણના એવા ઉપાય વિશે જણાવીશું જેનાથી તમને ઘણી બધી શારીરિક સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે. લસણથી તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. બસ તમારે એક સામાન્ય ઉપાય કરવાનો છે કે લસણની એક કળીને પોતાના તકિયાની નીચે રાખીને સૂવું. તો ચાલો જાણી લઈએ લસણના ઉપાય વિશે..

લસણની સુગંધ પણ કરે છે અનિદ્રાની સમસ્યા દુર :- લસણના આ ઉપાયથી તમારો થાક અને અનિદ્રાની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે છુટકારો મળી જાય છે. લસણને તકિયા નીચે રાખીને સૂવાથી શરીરમાં ઝીંક ની કમી પણ થતી નથી. અમે તમને જણાવી દઈએ કે લસણમાં ભરપૂર પ્રમાણમાં ઝિન્ક હોય છે. જો તમે પોતાના તકિયાની નીચે લસણ રાખીને સુવો તો આખી રાત તમને લસણની સુગંધ મળતી રહે છે, જેનાથી ઝીંકની કમી પૂરી થઈ જાય છે અને તમારા મગજમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન થાય છે.

હદયના દર્દીઓ માટે ફાયદાકારક :- લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે.

દાંતના દુ:ખાવા માં રાહત :- જો તમને દાંતમાં દુ:ખાવો રહેતો હોય તો લસણની એક કળી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. એના એન્ટીબેક્ટેરીયલ દાંતના દુ:ખાવા માંથી રાહત અપાવે છે. તે માટે તેની લસણની એક કળી વાટીને દાંતના દુ:ખાવા વાળી જગ્યા ઉપર લગાવી દેવી, જેનાથી દુખાવામાં ઘણી રાહત મળે છે.

થાક ઉતારવા માટે લસણ :- જો તમને થાકની સમસ્યા વધારે રહેતી હોય તો તમે લસણના જ્યુસ સેવન કરી શકો છો. તેનાથી તમારા શરીરનો દુખાવો અને થાકની સમસ્યા તરત જ દૂર થઈ જશે.

લસણનું જ્યુસ બનાવવા માટે જરૂરી સામાન :- ૧ ગ્લાસ દૂધ, ૧ લસણની કળી, ૧ ચમચી મધ

બનાવવાની વિધિ :- લસણનું જ્યુસ એટલે કે એનું પાણી બનાવવા માટે સૌથી પહેલાં લસણની કળી લઈને તેને યોગ્ય રીતે પીસી લેવી. હવે દૂધમાં ઉમેરીને તેને ૩ થી ૪ મિનિટ સુધી યોગ્ય રીતે ઉકાળવી. એ પછી એક ગ્લાસ લઈને તેમાં એક ચમચી મધ મિક્સ કરવું. હવે તમારું આ જ્યુસ તૈયાર છે અને તમે તેનું સેવન કરી શકો છો. આ જ્યુસનું સેવન કરવાથી ખુબ જ ફાયદા મળે છે. તમારા શરીરના ઘણા રોગ દુર થઇ જશે.