વાસ્તુશાસ્ત્ર તરફ દરેક લોકોનું આકર્ષણ ફક્ત વધી જ નથી રહ્યું પરંતુ તેના સારા પરિણામો મળવાને કારણે વાસ્તુશાસ્ત્ર તરફ આસ્થા પણ ઘણી વધી છે. ભારતીય વાસ્તુવિંદોનું ધ્યાન ભારતીય તત્વ મીમાંસાની અપેક્ષા ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈની તરફ વધારે જઈ રહ્યું છે. ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે. ફેંગશુઈ 7000 વર્ષ જુનુ વિજ્ઞાન છે.
વાસ્તુ શાસ્ત્ર માં જેમ વાસ્તુ દોષ ના ઉપાયો જાણવામાં આવેલ છે એવી જ રીતે ફેંગશુઈ માં પણ કેટલાક ઉપાયો જણાવેલ છે જેના પ્રમાણે આપને ઘરમાંથી નકારાત્મકતા અને દોષ દુર કરી શકીએ છીએ. જે પ્રકારે ભારતમાં વાસ્તુ પ્રચલિત છે, ઠીક તેવી જ રીતે ચીનમાં ફેંગશુઈનું ચલણ છે. ફેંગશુઈ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ઉપર આધારિત છે. જો ઘરમાં પોઝિટિવ એનર્જી હોય તો મન પ્રસન્ન રહે છે અને વિચારોમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે. નેગેટિવ એનર્જીના કારણે માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં મન લાગતું નથી.
વાસ્તુ પ્રમાણે ઘરમાં પોઝિટિવિટી વધારવા માટે ઘરમાં ફેંગશુઈના સિક્કા રાખી શકો છો. આ સિક્કા કેવી રીતે અને ક્યાં તેમજ કેટલા રાખવાથી શું ફાયદો થશે એ વિશે આજે અમે તમને જણાવીશું. એવું કહેવામાં આવે છે કે જો આ સિક્કા ઘરમાં લગાવવા માં આવે તો વાતાવરણ સકારાત્મક બની રહે છે. ઘરમાં હંમેશા પોઝીટીવ ઉર્જા મળે છે. નકારાત્મકતા દુર થાય છે.
બજારમાં ફેંગશુઈના લાલ રિબિનમાં બાંધેલાં 3 અને 5 સિક્કા સરળતાથી મળી જાય છે. આ સિક્કા પીત્તળથી બનેલાં હોય છે અને લાલ રિબિનમાં ગૂંથેલાં હોય છે. આ સિક્કા પ્રાકૃતિક તત્વોને સંતુલિત કરે છે, જેનાથી આ સિક્કાની આસપાસ પોઝિટિવિટી વધે છે.
ફેંગશુઈમાં લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિક્કા ઘરની નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને પોઝિટિવિટી વધારે છે. ઘરના મુખ્ય દરવાજાની અંદર લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. જેથી ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે.
વેપારીઓએ તેમની દુકાન અથવા ઓફિસમાં ઉત્તર દિશાના દરવાજામાં લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. તેનાથુઈ વેપાર માં પ્રગતિ જોવા મળે છે અને ક્યારેય તેમાં કોઈ જાતની મીશ્કેલી કે રુકાવટ આવતી નથી.
માનસિક તણાવ દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે બેડરૂમની બારી ઉપર લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા લટકાવવા જોઇએ. જો ર્તામને ઊંઘ ની સમસ્યા છે તો તે પણ આ સિક્કા ની મદદ થી દુર કરી શકાય છે. એ માટે આ સિક્કા ને બેડરૂમ માં લગવવાથી ફાયદો થાય છે.