લગ્ન પછી મહિલાઓ આ બાબતમાં કરે છે અસ્વસ્થ મહેસુસ, ઈચ્છા હોવા છતાં કઈ કરી શકતી નથી..

સહિયર

આપણે બધા જાણીએ છીએ કે લગ્ન એ ખુબ જ પવિત્ર સબંધ છે. જે ફક્ત બે લોકો વચ્ચેનું જ જોડાણ નથી, પરંતુ તેમાં બે પરિવારો વચ્ચેનું જોડાણ થાય છે. લગ્ન નજીક આવી રહ્યા હોય ત્યારે વ્યક્તિના મગજમાં વિચિત્ર અને અલગ અલગ વિચારો આવતા હોય છે, જેનાથી તમને તેમાં ડૂબવાથી કોઈ રોકી શકશે નહીં.

લગ્ન એક શારી-રિક સંયોજન કરતાં વધારે છે, તે આધ્યાત્મિક અને ભાવનાત્મક સંઘ પણ માનવામાં આવે છે. ઘણી વાર જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિના લગ્ન જીવન પછી છોકરીઓના જીવનમાં પરિવર્તન આવી જતો હોય છે, આજે અમે તમને એવા જ અમુક કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે મહિલાઓની સૌથી મોટી કમજોરી બની જાય છે.

છોકરીઓ લગ્ન પહેલા ઘણા બધા વિચારો કરતી હોય છે. કેટલીક વાર કન્યાના મગજમાં અમુક પ્રકારની મૂંઝવણ અને ઘણા સવાલો ઉભા થતા હોય છે, જેના વિશે તે અસ્વસ્થ મહેસુસ કરે છે. એવી ઘણી બાબતો છે, જેને જોઇને કે સાંભળીને તમે ટાળી શકતા નથી. જો તમે ન ઇચ્છતા હોવ તો પણ આ સવાલો તમારા મનમાં જ ભમ્યા કરે છે.

જો લગ્ન થઇ જાય પછી જોવામાં આવે તો, મહિલાઓની સૌથી મોટી કમજોરી એટલે તેના પતિ જ હોય છે. જયારે પતિ ને કંઈક પણ થાય તો સ્ત્રી એના માથે લઈને ખુબ જ ચિંતામાં રહે છે અને અડધી થઇ જાય છે. પતિ જો થોડો પણ બીમાર પડે તો તેને ગમતું નથી. પતિ ને નોકરીમાં મોડું થઇ જાય તો તે પણ તેના વગર જમતી નથી.

એવી ઘણી સ્ત્રીઓના પતિઓ હોય છે કે જેઓ આજુબાજુની મહિલાઓ સાથે પણ મન ભરીને હસીને વાતો કરતી જોવા મળે છે, પરંતુ તેનું મન એકદમ ચંચળ હોય છે, સ્ત્રીઓ એ મન કઠણ કરવું પડે છે, એક વાર જો કઈ થાય તો તે પતિને સરળતાથી છોડતી નથી. પતિ ખરાબ હોય તો પણ તેને તેની સાથે શાંતિપૂર્વક જ રહેવાનું પસંદ કરે છે.

અમુક કિસ્સામાં તો બાળકો હોય તો બાળકો માટે ઘણું બધું વેઠવું પડતું હોય છે. ઘણી વખત પતિમાં અમુક પ્રકારની ખામીઓ હોય છે, જેના કારણે પત્નીને આખી જિંદગી એની આ કમજોરીઓ સામે નીચા નમવું પડે છે. તો ક્યારેક પતિ સારો હોય તો  પરિવાર વાળા ખરાબ વર્તન કરતા હોય છે. પરિવાર વાળા તેને કોઈને કોઈ વાતમાં ટકટક કરતા હોય છે અને તેને ત્રાસ આપતા હોય છે.

પતિની ગેરહાજરીમાં મહિલાના પિયરની વાત આવે તો ઘણી વાર એના વિશે સંભળાવતા હોય છે. ત્યારે પણ ચુપચાપ પત્નીને સાંભળી લેવું પડતું હોય છે, ત્યારે એને ખુબ જ અસ્વસ્થ મહેસુસ થાય છે. ઘણી વાર આવા દરરોજના ઝગડાઓનો શિકાર પણ બનવું પડતું હોય છે. કેટલીક વાર તો તે પોતાની મનપસંદ વાનગી કે ભાવતું ભોજન પણ બનાવી શકતી નથી.

પરિવારની જીવનશૈલી અલગ હોવાના કારણે પહેલા ની જેમ તે બહાર સરળતાથી આવ જાવ કરી શકતી નથી. બહાર જવા માટે પણ તેને બધાને જણાવીને અથવા પુછી ને જવું પડતું હોય છે અને સમયસર ઘરે પણ આવી જવું પડે છે, કારણ કે ઘરે આવીને તેને ઘર ના દરેક કામો કરવાના હોય છે, તેમાં પણ ઘણી વાર તેને અસ્વસ્થ મહેસુસ થાય છે.