લગ્ન પછી હનીમુનની આ કારણે થઇ હતી શરૂઆત, જાણો..

સહિયર

લગ્નને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, લગ્ન દરેકના જીવનમાં એક ખાસ અને યાદગાર સમય હોય છે. લગ્ન એટલે પતિ-પત્ની સાત ફેરા ફરે છે અને આ ફેરા ફરીને સાત જન્મોનો સાથ અને સુખ દુઃખમાં સાથે રહેવા માટેનું વચન આપે છે.

લગ્ન ફક્ત એક વ્યક્તિ સાથે નહિ પરંતુ આખા પરિવાર સાથે કરવામાં આવે છે. લગ્ન પછી જીવનની શરૂઆત કરવી એટલે કુટુંબ ની શરૂઆત કરવાની હોય છે. જ્યારે પત્ની તમારા પતિ અને બાળકોની સેવા કરવામાં નિ-સ્વાર્થમાં વૃદ્ધિ કરવાની તક પણ આપે છે.

લગ્ન એક શારી-રિક સંયોજન કરતાં વધારે છે, તે આધ્યાત્મિક અને ભાવનાત્મક સંઘ પણ છે. આ સંઘ કન્યા અને વરરાજા દ્વારા હોય છે. કોઈ પણ છોકરો હોય કે છોકરી, લગ્નની દરેક ક્ષણને વધારે યાદગાર બનાવવા માટે કન્યા અને વરરાજા બંને મહાન કાર્યો કરે છે.

આ લગ્ન પછીની બીજી એક ધાર્મિક વિધિ છે, જે ખૂબ જ મહત્વની છે. આજે અમે તમને અહીં હનીમૂન વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે પણ કોઈ બે લોકો લગ્ન કરવા તૈયાર હોય, ત્યારે તેઓ બંને એક પરિવાર વધારવા માટે આગળ વધતા હોય છે.

જો તમે લગ્ન કરવા જઇ રહ્યા હોય અને તમારું મગજ વિચિત્ર અને અલગ અલગ વિચારો થી ભરેલું હોય તો તમને તેમાં ડૂબવાથી કોઈ રોકી શકશે નહીં, તો એટલા માટે તમારી જાતને શાંત પાડવાની જરૂર છે, છોકરીઓ લગ્ન પહેલા ઘણા બધા વિચારો કરતી હોય છે. કેટલીક વાર કન્યાના મગજમાં અમુક પ્રકારનાં મૂંઝવણ અને સવાલો ઉભા થતા હોય છે, જેના વિશે તે અસ્વસ્થ મહેસુસ કરે છે.

ઘણી એવી બાબતો છે, જેને તમે પણ ટાળી શકતા નથી. આ સવાલો માટે હનીમૂન ખુબ જ જરૂરી છે. આજના સમયમાં લગભગ દરેક યુગલો લગ્ન પછી જીવનની ઘણી એવી ક્ષણો ચોરી કરતા હોય છે, જેમાં તે ફક્ત એકબીજા માટે સમય કાઢી લે છે. લગ્ન પછીની આ સુંદર પળોનું નામ હનીમૂન રાખવામાં આવ્યું છે.

આજકાલ ના જમાના માં કોઈ વ્યક્તિ કોઈના માટે સમય કાઢી શકતો જ નથી. લગ્ન પછી મોટા વેકેશન પર જવાનું એક કારણ એ પણ છે કે જીવનમાં શાંતિ હોવી જોઈએ. એ સમય ખુબ જ કિંમતી હોય છે. પોતાના પ્રેમ સાથે આખો દિવસ પસાર કરવો પણ જીવનની અમૂલ્ય ક્ષણો ની શરૂઆત ગણાય છે.

પરિવાર થી દૂર અને કોઈ હેરાન ના કરે, દંપતીને કોઈ પરેશાની ના કરે અને એકબીજાને વધારે સમજવાની સારી તકો પ્રાપ્ત કરી શકે છે. હનીમૂન સમયગાળામાં યુગલો એકબીજા સાથે ઘણો સમય પસાર કરી શકે છે, જે સમય તમને એકબીજાને જાણવામાં મદદ કરશે.

લગ્ન પછી, જ્યારે તમે કુટુંબ અને જવાબદારીઓના બંધનમાં બંધાવ છો, ત્યારે વધારે સમય એકબીજાને આપી શકતા નથી, એટલા માટે લગ્નની શરૂઆત હનીમૂનથી કરવામાં આવે છે. એકબીજાની કોઈ આદતો અને સ્વભાવ વિશે જાણવાનો, એકબીજાને યોગ્ય રીતે ઓળખવું, પોતાની મનની વાત એકબીજાને કહેવા માટે, તેમના જીવનસાથીની વાત સાંભળવાનો આ ખૂબ જ સારો અને બેસ્ટ સમય હોય છે.