લગ્નના એક દિવસ પહેલા વરરાજાની એવી માંગણીના કારણે કન્યાએ કર્યું આ કામ, જાણીને તમને પણ થશે આશ્ચર્ય..

જાણવા જેવું મનોરંજન

હાલમાં જ એક એવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કપલના લગ્ન નક્કી થયા હતા અને લગ્નના આગલા દિવસે જ વરરાજાએ લગ્નના આગલા દિવસોમાં જ કરી વિચિત્ર માંગણી, પછી કન્યાએ જે કર્યું એ તેણે વિચાર્યું પણ ન હતું.

દરેક વ્યક્તિમાં લગ્નનો એક અલગ ઉત્સાહ જોવા મળે છે. લગ્ન દરેક પરિવાર માટે સૌથી મોટો તહેવાર બની જતા હોય છે. પરંતુ આ કિસ્સામાં એક કન્યાએ લગ્નના બરોબર એક દિવસ પહેલા પોલીસ સ્ટેશન જઈને વરરાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને વરરાજા ઉપર ઘણા ગંભીર આરોપ લગાવ્યા.

કન્યાના જણાવ્યા મુજબ વરરાજા અને તેના કુટુંબ વાળાએ લગ્નના થોડા દિવસો પહેલા જ ઘણી માંગણી કરવાનું શરુ કરી દીધું. જેથી તેના લગ્ન તૂટી ગયા. કન્યાએ જણાવ્યું કે તે ભોપાલની રહેવાસી છે. જયારે છોકરો મુંબઈનો છે. તેના લગ્ન એપ્રિલમાં થવાના હતા. પરંતુ કોરોનાને કારણે તેમણે લગ્નની તારીખને આગળ વધારી દીધી હતી.

આ બંનેના લગ્નની તારીખ ૨૯ નવેમ્બર આવી હતી. લગ્નની પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી અને ભોપાલમાં લગ્ન માટે સ્થળ પણ બુક કરાવી દીધું હતું. આમ તો તેવામાં છોકરા વાળાએ છોકરીના પિતા પાસે ૨૫ લાખની માંગણી કરી દીધી. જેને તે પૂરી ન કરી શક્યા અને છોકરા વાળાએ લગ્ન તોડી નાખ્યા. લગ્ન તૂટી ગયા પછી છોકરીએ ભોપાલમાં છોકરા અને તેના કુટુંબ વાળા વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

છોકરીના કહેવા મુજબ ઘરમાં લગ્નની પૂરી તૈયાર થઇ ગઈ હતી. રવિવારની રાત્રે ભોપાલની એક હોટલમાં લગ્ન થવાના હતા. વરરાજા મુંબઈનો છે અને ડોક્ટર છે. પહેલા લગ્ન એપ્રિલમાં થવાના હતા. પરંતુ લોકડાઉનને કારણે લગ્નની તારીખ આગળ વધારી દીધી હતી.

૨૫ લાખ રૂપિયાની કરી માંગણી : લગ્ન પહેલા વરરાજા મુંબઈમાં ફ્લેટ ખરીદવા માટે ૨૫ લાખ રૂપિયાની માગણી કરવા લાગ્યા. છોકરીનો આરોપ છે કે તેના પિતા પહેલા જ વરરાજાને કાર અને બીજી વસ્તુ આપી ચુક્યા હતા, પરંતુ તેની માંગણી વધવા લાગી. માંગણી જોતા છોકરીના પિતા મુંબઈ પણ ગયા હતા અને તેની સાથે વાત પણ કરી. પરંતુ તે માન્યા નહિ અને ૨૫ લાખ ન આપ્યા તો સંબંધ તોડી નાખ્યા. ત્યાર પછી છોકરીએ વરરાજા વિરુદ્ધ ભોપાલમાં કોહેફિજા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે.

કન્યાએ પોલીસને જણાવ્યું કે તે હાઉસિંગ બોર્ડ કોલોનીની રહેવાસી છે અને લોકડાઉન પહેલા તેના સંબંધ નવી મુંબઈમાં રહેતા નજીર અહમદ પટવેના ડોક્ટર દીકરા અરબાજ સાથે નક્કી થયા હતા. ૮ નવેમ્બરના રોજ વરરાજાના પિતાએ મુંબઈમાં ફ્લેટ ખરીદવા માટે ૨૫ લાખની માંગણી કરી હતી. જો કે તે ન આપી શક્યા. ત્યાર પછી તેમણે લગ્ન તોડી નાખ્યા.

છોકરીના પિતા મજીદ અલી ૧૩ નવેમ્બરના રોજ મુંબઈ ગયા. પરંતુ ડોક્ટર અરબાજના માતા પિતા ન માન્યા. નક્કી તારીખ સુધી તે રાહ જોતા રહ્યા. શનિવાર સુધી જાન લઈને આવવાના કોઈ સમાચાર ન મળ્યા, ત્યાર પછી છોકરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. પોલીસે આ બાબતમાં વરરાજા અને તેના માતા પિતા વિરુદ્ધ અનામતમાં ખયાતન, દહેજ કલમ હેઠળ કેસ નોંધી લીધો છે.