સ્ટાર પ્લસની હિટ ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ તેના ફેમિલી ડ્રામા માટે હંમેશા પ્રેક્ષકોને પસંદ આવે છે. આ સીરિયલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, પરંતુ ચાહકો બંનેને એક થતા જોવા માંગે છે..જોકે, મેકર્સ દ્વારા જે ટ્વિસ્ટ અને ટર્નસ લાવવામાં આવી રહ્યા છે તેનાથી આવું થતું હોય તેવું લાગતું નથી.
આ સિરિયલમાં અભિમન્યુ અને આરોહીના લગ્નની વાત ચાલી રહી છે અને છેલ્લા એપિસોડમાં અક્ષરા પણ કસૌલી પરત ફરવા માટે અભિનવ સાથે પેકીંગ શરુ કરે છે. પરંતુ સ્ટોરીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, જે ફરી એકવાર સિરિયલની સ્ટોરીને સંપૂર્ણ રીતે ફેરવી દેશે.ચાલો અમે તમને જણાવી દઈએ કે આગામી એપિસોડમાં શું આવશે??
અક્ષરા ગોએન્કા હાઉસ છોડશે
છેલ્લા એપિસોડમાં, અભિર અભિમન્યુને ફોન કરે છે અને તેને કહે છે કે તે કસૌલી જવા માંગતો નથી. આગામી એપિસોડમાં જોવા મળશે કે અભિમન્યુ અભિનવને કહે છે કે જો બાળક ઈચ્છે તો તું રોકાઈ શકે છે.જો કે, અક્ષરા બધુ ઇગ્નોર કરીને જવાનોં નિર્ણય કરે છે. આ દરમિયાન ગોએન્કા હાઉસનાં દરેક વ્યક્તિ અક્ષરાને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ રોકતું નથી.
આવી સ્થિતિમાં અક્ષરા અભિનવ અને અબીર સાથે ઘર છોડીને નીકળી જાય છે. તે જ સમયે, થોડા સમય પછી ગોએન્કા હાઉસે સુરેખાની એન્ટ્રી થાય છે..
ગોએન્કા હાઉસમાં સુરેખા ની એન્ટ્રી થશે.
હવે સીરિયલમાં સુરેખાની એન્ટ્રી પણ થઈ ગઈ છે, જેના કારણે સ્ટોરીમાં જબરદસ્ત મસાલો જોવા મળશે. ગોએન્કા હાઉસે સુરેખાને જોઈને બધા ખુશ થઈ જાય છે. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે અખિલ ક્યાં છે. તો તે સ્પષ્ટ કહે છે કે તેં આવી શક્યા નથી એટલે હું આવી છું.
સુરેખા દરેકને પૂછે છે કે આરોહી અને અભિમન્યુના લગ્ન અંગે અક્ષરાનું શું રીએક્શન હતું?? આના પર બધા કહે છે કે અક્ષરા ખુશ છે અને પોતાના ઘરે પરત ફરી છે.
અભિરની તબિયત બગડશે
સ્ટોરીમાં આગળ બતાવવામાં આવશે કે અભિરની તબિયત બગડશે. જ્યારે અભિર કારમાં બેસ્યા પછી થોડી વારમાં બેહોશ થઈ જાય છે, ત્યારે તેને બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આ દરમિયાન અભિમન્યુ પણ ત્યાં પહોંચી જાય છે પરંતુ અક્ષરાએ અભિરનું ચેકઅપ કરાવવાની ના પાડી દીધી હતી. તેને ડર છે કે અભિમન્યુને અભિરનાં સત્ય વિશે ખબર પડી જશે તો!! જો કે, અભિરનું ચેકઅપ કરી રહેલા ડૉક્ટર અક્ષરાને કહે છે કે અભિરને થોડો સમય અહીં જ રહેવું પડશે..