લગભગ પરિણીત કે યુવાપેઢી આ કોપર ટી વિશે જાણતી જ હોય છે. કોપર-ટી એવી હોય છે કે જેમાં અંગ્રેજી મૂળાક્ષરના ‘ટી’ જેવો આકાર હોય છે, જે પ્લાસ્ટિકની લાકડી જેવી દેખાય છે અને તેના થોડાક ભાગ કોપરથી બનેલા હોય છે. આ કોપર ટીમાં રહેલું કોપર શુક્રાણુઓ મારવાનું કામ કરે છે. જીવીત શુક્રાણુઓ નું રહેવું મુશ્કેલ છે.
કોપર-ટીને 99 ટકા જેટલું અસરકારક માનવામાં આવે છે. કોપર-ટી ૧૦ થી ૧૨ વર્ષ સુધી કામ કરી શકે છે. આ કોપર ટી નો ઉપયોગ અનિચ્છનીય ગર્ભધારણ માટે કરવામાં આવે છે. આજકાલ ઘણી મહિલાઓ લગ્ન પછી અમુક વર્ષો સુધી બાળકો રાખવા માંગતી નથી પરંતુ તેમના લગ્ન જીવનનો પૂરો આનંદ લેવા માંગે છે.
તેઓ ઘણી પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે. ગર્ભનિરોધક ગોળીઓ, કોન્ડોમ અને ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસેસ એ સૌથી લોકપ્રિય નિરોધ સાધન માનવામાં આવે છે. જયારે કોપર ટી તરીકે ઓળખાતા ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ, અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવવાનો એક સસ્તો અને સલામત ઉપાય માનવામાં આવે છે.
આ ડીવાઈસના ઉપયોગથી લાંબા ગાળાની ગર્ભાવસ્થા ટાળી શકાય છે. કોપર ટી પ્લાસ્ટિકની એક નાનકડી લાકડી જેવી હોય છે, જેની આસપાસ કોપર વાયર લગાવેલ હોય છે. તેને ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ કહેવાય છે, જેનો ઉપયોગ મહિલાઓ તરીકે કરવામાં આવે છે.
સામાન્ય રીતે આ પદ્ધતિ મોટાભાગે તે મહિલાઓ માટે છે, જેમણે ટૂંક સમયમાં બાળકને જન્મ આપ્યો હોય. તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ખૂબ સંવેદનશીલ રહે છે. તે ફક્ત ડોકટરો દ્વારા જ લગાવવામાં આવે છે. આ ઉપકરણ સ્ત્રીની યોંનીમાં દાખલ કરવામાં આવે છે. તેમાંથી અમુક ભાગ થ્રેડ યોનિની બહાર લટકતો રહે છે.
ઘણી મહિલાઓના મનમાં ડર હોય છે કે શું તે તેમના માટે સારી રીતે કામ કરશે કે નહીં. આ સવાલ દરેક છોકરીઓ કે મહિલાઓના મગજમાં આવતો હોય છે. નિષ્ણાતો એના વિશે કહે છે કે ગર્ભાવસ્થા રોકવાની આ ટેકનીક ખૂબ અસરકારક માનવામાં આવે છે.
આ કોપર ટી સરળતાથી લગાવી શકાય છે. જે ગર્ભાશયમાં ઉત્પન્ન થતાં ઇંડાને મોટું થવા દેતું નથી. આ સમયે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે ગર્ભાવસ્થા રોકવા માટે કોપર ટીનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેની ગુણવત્તા સારી રાખવી જોઈએ.
કોપર ટીની કિંમત તેની શ્રેષ્ઠ ગુણવત્તા પર નિર્ભર કરે છે. કોપર ટી સામાન્ય રીતે ૩૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીમાં મેડિકલ સ્ટોરમાં મળી રહે છે. કોપર ટી લેતા પહેલા ડોકટરોની સલાહ જરૂર લેવી જોઈએ. કોપર ટી ૧૦ વર્ષ થી વધારે વર્ષ સુધી કામ કરે છે. આ કોપર ટીની ગુણવત્તા પર પણ આધાર રાખે છે.
ઘણી કોપર ટીનો ઉપયોગ ૫ વર્ષ સુધી થાય છે. જ્યારે પણ કોઈ મહિલા આ કોપર ટી ધારણ કરવા માંગે છે, ત્યારે તે ડોકટર દ્વારા દૂર કરી શકાય છે. કોપર ટીને સરળતાથી દૂર પણ કરી શકાય છે. યો-નિની બહાર લટકાવેલો દોરો ખેંચીને તે સરળતાથી બહાર કાઢી શકાય છે.
અમુક મહિલાઓને થોડો દુખાવો પણ થાય છે, જ્યારે તે દૂર કરતી વખતે દુખાવો અનુભવે છે અને ત્યારે રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે. પ્રવેશ કરતી સમયે કોપરની ટી માં લગાવવામાં આવેલા વાયર તમારા પાર્ટનરને ચૂભી પણ શકે છે. ડોકટરે આ કોપર વાયરને સીધો કાપી નાખવો જોઈએ.
જો ડોકટર તેમ ન કરે તો, તમારા પાર્ટનરને ખૂબ પીડા થઈ શકે છે, ત્યારે આ થવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે. પરંતુ જો આવું થાય છે ત્યારે ડોકટરની સલાહ લેવી જોઈએ. જો કુંવારી છોકરીઓ આનો ઉપયોગ કરવા માંગતી હોય તો ડોક્ટરની સલાહ લઈને જરૂર ઉપયોગ કરી શકાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment