કુંડળી ભાગ્યમાં પ્રીતાનો રોલ ભજવવા માટે અંજુમ ફકીહએ આપ્યું હતું ઓડિશન, પરંતુ એકતા કપૂરે વિચાર બદલીને એને આપ્યો શ્રીષ્ટિનો રોલ..

મનોરંજન

ટોપ રેટેડ શો, કુંડળી ભાગ્ય તેની શરૂઆતથી જ તેના દર્શકોને આ શોમાં આવનારા ઘણા ટ્વીસ્ટ ગમ્યા છે. શ્રાદ્ધ આર્ય પોતાની એક્ટિંગ દ્વારા તેના ચાહકોનું મનોરંજન થાય તે માટે સખત મહેનત કરી રહી છે. પ્રથમ દિવસથી જ અભિનેત્રીએ ઘણાંના દિલ જીતી લીધા છે .

શોની શરૂઆત યાદ કરતાં અંજુમે કહ્યું, “જ્યારે પણ હું કોઈ ઓડિશન માટે જઉં છું ત્યારે હું ખુલ્લા મનથી જઉં છું. મેં પ્રીતા અને સૃષ્ટિની બંને ભૂમિકાઓ માટે ઓડિશન આપ્યું હતું. જો કે, ઘણા સમય બાદ મને સમજાયું કે આ બને પાત્ર ખૂબ સરખા વ્યક્તિત્વ ધરાવે છે.

મને ખાતરી છે કે હું રોલમાં મારી જાતને ફીટ કરવા અને તેને વધુ રસપ્રદ બનાવવા માટે સમર્થ છું.  મારું માનવું છે કે નિર્માતાઓને પણ એવું લાગ્યું હતું, કારણ કે ઓડિશન્સ પછી મને તરત જ ક્રિષ્ટીના પાત્ર માટે બોલાવવામાં આવી હતી.

મને લાગે છે કે ક્યાંક તેમને પણ, ખાતરી છે કે હું આ ભૂમિકા માટે પરફેક્ટ હતી! હકીકતમાં, એકતાનો જ વિચાર હતો કે તેણે મને શ્રીષ્ટિ તરીકે રજૂ કરી.” સીરિયલ કુંડળી ભાગ્ય એ ઝી ટીવીનો લોકપ્રિય શો છે,

જેનું શૂટિંગ હવે લોકડાઉન પછી શરૂ થઈ ગયું છે. હવે આ સિરિયલના નવા એપિસોડ પણ દર્શકોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. સીરિયલ કુંડળી ભાગ્ય 2017 માં આવી હતી અને તે કુમકુમ ભાગ્ય પછી શરૂ કરવામાં આવી હતી.

અભિ અને પ્રજ્ઞાની લવ સ્ટોરી કુમકુમ ભાગ્ય બાદ શોના પ્રેક્ષકો ને પણ પસંદ આવી રહિ છે. શોની ટીઆરપી રેટિંગ હંમેશા ટોપ 10 માં હોય છે. તેની સ્ટોરી પ્રીતા અને તેની બહેન સૃષ્ટિની આસપાસ ફરે છે.

આ શોની સ્ટોરી બે બહેનો (પ્રીતા અને સૃષ્ટિ) ની છે. જે બાળપણમાં તેની માતાથી અલગ થઈ હતી અને લાંબા સમય પછી તેની સાથે મળી હતી. સમૃદ્ધ પંજાબી પરિવાર લુથ્રા સાથેના તેના સંબંધો પણ આ સિરિયલમાં બતાવવામાં આવ્યા છે.

લુથ્રા પરિવારનો મોટો પુત્ર રૂષભ લુથ્રા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જ્યારે તેનો નાનો ભાઈ કરણ લુથરા છે.તે દયાળુ વ્યક્તિ છે. જો કે, તે એક પ્રખ્યાત ક્રિકેટર પણ છે. સીરીયલ ની સ્ટોરી આ બને પરિવાર વચ્ચે ચાલે છે .