લીલા ધાણાનું સેવન કરવાથી થાય છે ઘણા લાભ, જો તમે પણ શાક કે દાળમાં કરો છો એનો ઉપયોગ તો જરૂર જાણો ફાયદા..

સ્વાસ્થ્ય

ઘણા લોકો લીલા શાકભાજીનું સેવન વધારે કરે છે. એમાં પણ લીલા ધાણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. કોઈપણ ઘરેલુ ભોજનમાં કોથ મીરનો ઉપયોગ કરવામાં આવે છે.  ધાણા એ એક ઓષધીય છોડ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે થાય છે. ધાણાનો ઉપયોગ શિયાળામાં વધારે થતો હોય છે. કોથમીરના સેવનથી ઘણા પ્રકારના રોગથી છુટકારો થાય છે.

શિયાળામાં અનેક પ્રકારના રોગ થતા હોય તો તમારે લીલા ધાણા ખાવા જોઈએ, કારણ કે ઠંડીને કારણે થતા રોગથી બચવા માટે દરરોજ લીલા ધાણા ફયદાકારક સાબિત થાય છે. કોથમીરમાં રહેલા તત્વો માનવ શરીરને નિરોગી અને સ્વસ્થ બનાવે છે.  કોથમીરમાં પ્રોટીન, વસા, ફાયબર, કાર્બોહાઇરેટ અને મિનરલ જેવા તત્વો હોય છે. કોથમીરના પાંદડામાં મેગ્નેશિયમ,આયર્ન વગેરે જેવા તત્વ ભરપૂર માત્રામાં હોય છે. કોથમીરનો ઉપયોગ ચટણી બનાવવા માટે પણ થાય છે.

કોથમીરથી થતા લાભ :- શરીરને નુકશાન કરતા કોલેસ્ટોને ઘટાડીને શરીરને ફાયદો કરી કોલેસ્ટોને વધારે છે. તે લીવરની કાર્યશક્તિને વધારે છે. ડાયાબિટીસના દર્દીને મોટા પ્રમાણમાં ઉપયોગી છે. તે બ્લડસુગરના લેવલને વધારવામાં ઉપયોગી બને છે. આમાંથી મળતું ફાયટરોન્યુટ્રીસ રેડિકલ ડેમેજ માં સુરક્ષા કરે છે. કોથમીરમાં એન્ટી ઇન્ફલેમેટરી ના ગુણ હોય છે. મોઢામાં પડેલા ચાંદામાં પણ કોથમીર ઉપયોગી બને છે. તેમાં રહેલા એન્ટી-સેપ્ટિક તત્વ ઉપયોગી બને છે. કોથમીરને સવારમાં ઉકાળીને ખાલી પેટ પીવાથી પથરી પેશાબ વાટે દૂર થાય છે.

મોં ની દુર્ગંધ થાય છે દૂર :- મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન લોકો ધાણા નું સેવન કરો. ધાણા ખાવાથી મોં ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ થોડા ઘણા મોં માં નાખી દો અને તેને સારી રીતે ચાવી ને ખાઈ લો. આવું કરવાથી તમારા મોં ની દુર્ગંધ એક દમ દૂર થઈ જશે. દિવસમાં બે વાર ધાણા ખાવા.આ સિવાય તમે ઇચ્છો તો ધાણાના પાણીથી કોગળા પણ કરી શકો છો.

આંખો માટે ફાયદાકારક :- કોથમીરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની માટે ખુબ ઉપયોગી હોય છે. જે બાળકોની આંખોની રોશની ઉંમર પહેલાજ નબળી પડી હોય તેને ઉપયોગી બને છે. ધાણાનું પાણી આખોમાં નાખવાથી આખો થી સંકળાયેલી આ સમસ્યાઓ થી તમને રાહત મળી જશે. આ પાણી ને આખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુઃખવો અને પાણી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

પાચન શક્તિમાં ફાયદાકારક :- ધાણાનાં પાંદડાંમાં મોટા પ્રમાણમાં વિટામિન એ અને સી હોય છે, કોથમીર પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે. કોથમીર પાચન શક્તિ વધારવામાં ઉપયોગી બને છે.કોથમીરના સેવનથી પેટની તકલીફ દૂર થાય છે. કોથમીરને વાટીને છાશમાં નાખીને પીવાથી અપચો, ઉલ્ટી, મરડાથી રાહત મળે છે. પેટનો દુખાવો પણ દૂર થાય છે.

કોલેસ્ટ્રોને કાબુમાં રાખે :- કોથમીરમાં ઘણા એવા તત્વ હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોને કાબુમાં રાખે છે. આયુર્વેદિકના સિદ્ધાંત મુજબ કોથમીરના બીજમાં કોલેસ્ટ્રોને કાબુમાં રાખવાની ક્ષમતા હોય છે. કોઈ પણ વ્યક્તિ કોલેસ્ટ્રોની બીમારીથી પીડિત હોય તો તેને દરરોજ કોથમીરના બીજને ગરમ પાણીમાં ઉકાળીને પાણી ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે.