કોરોનાના કારણે ફેફસા થઇ ગયા હોય ખરાબ તો કરો આટલું, જાણો થઇ જશે મજબુત..

સ્વાસ્થ્ય

દેશભરમાં કોરોનાની નવી લહેરમાં કેસ રોજબરોજ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર પહેલાથી વધારે ખતરનાક થતી જઈ રહી છે. કોરોના વાયરસનો શરીર પર હુમલો વધે છે તે રીતે ઇમ્યૂન સિસ્ટમ પણ ખુબ જ કમજોર થતી જાય છે.

અમે તમને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ ખુબ જ ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ૨૫ વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધારે ખતરનાક આ કોરોના વાયરસ છે.

અમે તમને ચિંતાજનક વાત જણાવીએ કે  એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશ કરી જાય પછી તે ફેફસાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આ કાયમી નુકસાન ખુબ જ ખરાબ હોય છે કે, કોઈ વ્યકિત ૨૫ વર્ષથી સિગરેટ પીતો હોય તો તેના બંને ફેફસામાં જેટલું નુકસાન થતું હોય, તેનાથી વધારે નુકસાન કોરોનાના કારણે થાય છે.

એક બીજી મહત્વની વાત એ છે કે એકવાર કોરોના માંથી બહાર આવ્યા પછી એવું ન સમજવું કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. કોરોનામાંથી સાજા થયા પછી વ્યક્તિએ કેટલીક કાયમી સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિને જ્યારે કોરોના થતો હોય તે પછી ફેફસાંના વાયુકોષને રિકવર થતાં ૧૨ મહિના જેટલો સમય લાગે છે.

કોરોના વાયરસના લક્ષણોની વાત કરવામાં આવે તો, માણસને કોરોના થયા પછી ફેફસા ૪૦% ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે એવા લક્ષણો જોવા મળે છે. ત્યાં સુધી શ્વાસમાં તકલીફ થવાના લક્ષણો દેખાતા નથી.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ કોરોનાથી ફેફસાને જે નુકસાન થાય તે પછી આગળના સમયમાં પણ ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. કોરોના વાયરસની બિમારી કોઈ સામાન્ય બીમારી નથી. તે સીધા માણસના ફેફસા પર અસર કરે છે અને એક વાર કોરોના થઈને સાજા થયા પછી પણ ૧૨ મહિના ખુબ જ સાવચેતી રાખવી પડે છે.

કોરોના વાયરસે આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોના રિપોર્ટ જણાવે છે કે, આ વાયરસને કારણે તેમના ફેફસા કેટલી ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

આનો ખતરો વૃદ્ધોને વધારે હોય છે, કારણ કે ઉંમર વધવાની સાથે તેમના ફેફસા કમજોર થઈ જાય છે. જેથી આજે અમે તમને ડાયટમાં એવી શ્રેષ્ઠ વસ્તુઓ જણાવીશું, જેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી અને મજબૂત બનશે.

અખરોટ :- અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત જર્નલ અનુસાર, અખરોટ ઓમેગા -3 ફેટી એસિડનો બેસ્ટ સોર્સ છે. દરરોજ આહારમાં મુઠ્ઠીભર અખરોટ ખાવાથી તમે ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તે શ્વાસ સંબંધીસમસ્યાઓ એટલે કે અસ્થમામાં પણ ફાયદાકારક છે.

સફરજન :- હેલ્ધી ફેફસા માટે રોજ સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલાં વિટામિન્સ ફેફસાને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે ફેફસાને હેલ્ધી રાખવા વિટામિવ-ઈ, સી, બીટા કેરોટીન અને ખાટ્ટાં ફળો ખૂબ જ સારા માનવામાં આવે છે.

દ્રાક્ષ, બેરી :- બેરિઝમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી ફેફસાને હેલ્ધી રાખવા માટે ક્રેનબેરીઝ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરીઝ ખાવી જોઈએ. એપ્રિકોટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. જે ફેફસાને સ્વસ્થ રાખે છે અને ફેફસાના ઈન્ફેક્શનથી બચાવે છે.

પાણી :- પૂરતાં પ્રમાણમાં પાણી પીવું ફેફસા માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 6થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી ફેફસા પ્યોરીફાઈ થાય અને રોગો દૂર રહે. અમેરિકન કેન્સર સોસાયટી મુદબ બીન્સનું સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે. બીન્સ ખાવાથી બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે.