ભૂખ સંતોષવાની સાથે આ કોબીજ-કોથમીરના મુઠીયા તમારી આંખોની રોશનીમાં કરશે વધારો… 

સ્વાસ્થ્ય

કોથમીર વાનગીઓ નો સ્વાદ અને વાનગીઓને સજાવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોથમીર ખાવાથી આંખોનું તેજ વધે છે. તો જાણી લો આજે એની ખાસ રેસિપી.

કોબીજ – કોથમીર મુઠીયા:

મુઠીયા બનાવવા માટેની સામગ્રી-અડધો કપ ઝીણી સમારેલી કોબીજ, ત્રણ મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી આમલીની પેસ્ટ, અડધી ચમચી જેટલા આખા ધાણા, ચપટી હિંગ, 4 નંગ લીલા મરચાં, અડધો કપ તુવેરની દાળ, 1 મોટો ચમચો ચોખા, જરૂરિયાત પ્રમાણે તેલ, સ્વાદ મુજબ મીઠું.

મુઠીયા બનાવવાની રીત-સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવું. તેલ ગરમ થઇ જાય એટલે એમાં આખા ધાણા અને હિંગ સાંતળવું. ત્યારબાદ પલાળેલી દાળ અને ચોખાને નિતારીને લેવા. મિક્સર જારમાં ચોખા અને દાળ, ધાણા, આમલીની પેસ્ટ, લાલ મરચાં અને મીઠું પીસી લેવું. તૈયાર થયેલા મિશ્રણમાં કોબી તને કોથમીર મિક્સ કરી લેવું.

ત્યાર પછી એક નોન સ્ટિક પેન ગરમ કરવી, તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળા બનાવી લેવા, એને ટિકિટનો શેપ આપવો. ત્યાર પછી તેલ લગાવીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટિકીને બંને બાજુ શેકી લેવી. હવે તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.