કિશન ભરવાડની દીકરીને ખોળામાં લેતા જ ભાવુક થયા સુરતના આ દાનવીર, અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની જાહેરાત કરી 

તાજેતાજુ

ગુજરાતના ધંધૂકામાં હિન્દુ યુવક કિશન ભરવાડની કરાયેલ હત્યાએ છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં માહોલ ગરમાયો છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક સંગઠનો જ નહીં સંતો પણ આ મામલે દુ:ખ વ્યક્ત કરી એન્કાઉન્ટરની માંગણી કરી રહ્યા છે. જ્યારે આ ઘટના માં રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારની મુલાકાત લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ મંત્રી ભાવુક થઈ ગયા હતા.

પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો આંસુ હતાં. એ વખતે સંઘવીની સાથે રહેલા સુરતના નામચીન બિલ્ડર અને ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઇ ભરવાડ પણ ગમગીન થઇ ગયા હતા.ત્યાં તેમણે મનોમન નિર્ણય લીધો હતો કે આ દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે તેમણે આ બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની જાહેરાત કરી હતી. આ સાંભળતા જ પરિવારે અને સમાજે સમાજે તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની દરિયાદિલી દાખલારૂપ બની હતી.

મૂળ ધંધુકા ના રેહવસી અને હાલ સુરતમાં સેવાભાવી સ્વભાવ ધરાવે છે . તેઓ હાલ સુરતની વિવિધ 7 જેટલી સેવાકીય સંસ્થાના ટ્રસ્ટી છે તેમજ તેઓ ગોકુળ ડેવલોપસ ના મેનેજીંગ ડિરેકટર નું પદ પણ શોભાવે છે. ઘણા સમયથી સુરતમાં વસવાટ કરીને બિલ્ડરના વ્યવસાય કરે છે . તેમજ તેઓ દક્ષિણ ગુજરાત ના ભરવાડ સમાજના પ્રમુખ છે.

ધંધુધાના કિશન ભરવાડે કરેલી ધર્મને લગતી ટીપ્પણી આટલુ મોટુ સ્વરૂપ ધારણ કરશે અને તેમાં તેનો જીવ જશે તેની કોઈને પણ કલ્પના નહીં હોય, પણ આ હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાય છે. રાજયના નાના મોટા શહેરોમાં ધરણા અને પ્રદર્શન કરી વિરોધ થઇ રહ્યા છે. બીજી તરફ આ મામલે ગુજરાત એટીએસ સહિત વિવિધ એજન્સીઓ તપાસ એજન્સીની કામે લાગી ગઈ છે.