ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અને તેમના મંગેતર પવન જોષીએ ગડા હાઉસની મુલાકાત લીધી, જેઠાલાલ ને મળીને બંને ખુશ થયા 

મનોરંજન

ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અને તેમના મંગેતર પવન જોષી મુંબઈ ગયા હતા. ત્યારે બંને ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ સેટ પર પણ ગયા હતા.

પવન જોષીએ પોસ્ટ શેર કરી –પવન જોષીએ દિલીપ જોશી સાથેની સોશિયલ મીડિયામાં તસવીર શેર કરતા જણાવ્યું હતું કે, ‘ આખરે મારા સૌથી પ્રિય અને માનીતા એક્ટર દિલીપ જોષી સર સાથે મુલાકાત થઈ. ‘ એમની સાથે કિંજલ દવે નો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. આ ત્રણે સીરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલ ના ઘરે ગયા હતા. ક્યાં હીંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.

‘ તારક મહેતા… ‘ સેટ પર કિંજલ દવે તસવીરોમાં જોવા મળે છે –

આ પહેલાં વિશાલ જેઠવા ના પરિવારને મળ્યા હતા –આ અગાઉ કિંજલ, પવન અને આકાશ બોલિવૂડ અને ટીવી એક્ટર વિશાલ જેઠવાને અને એમના પરિવારને પણ મળ્યા હતા. વિશાલે 2013માં ટીવી સીરીયલ ‘ ભારત કે વીર પુત્ર ‘ માં અકબરનો રોલ નિભાવ્યો હતો.

વિશાલ જેઠવા નો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે, અને વિશાલ નું મોસાળ દિવમાં આવેલું છે. જ્યારે એના માસા – માસી કોડીનાર માં રહે છે. વિશાલે ‘ મર્દાની 2 ‘ માં વિલનનું પાત્ર નિભાવ્યું હતું. જ્યારે અત્યારે હાલના સમયમાં જ વિશાલ શેફાલી શાહ સાથે ‘હ્યુમન ‘ સિરીઝમાં જોવા મળ્યો હતો.

2018 માં થઇ હતી સગાઈ –કિંજલ દવે અને પવન જોષીએ એપ્રિલ 2018 માં સગાઈ કરી હતી. તેમની સગાઇની ત્રણ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. જો કિંજલ દવેના કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે તો છેલ્લે એમણે ‘ જીવી લે…’ સોંગ ગાયું હતું. ઉલ્લેખનીય છે કે 2018માં કિંજલે ‘ દાદા હો દીકરી ‘ થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે 2019 માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.