આજકાલ ભાગદોડ વાળી જીવનશૈલી ના કારણે દરેક લોકોની ખાણીપીણીમાં બદલાવ આવી ગયો છે. જેના કારણે ઘણી પરેશાની અને બીમારીઓ થાય છે. બજારના વધારે મસાલા વાળી વાનગીનું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગ થવાની શક્યતા રહે છે. ઘણી વાર ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે.
મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કેવા પ્રકારના સંકેત મળે તો ખબર પડે કિડનીમાં ખરાબી આવી ગઈ છે. તો ચાલો જાણી લઈએ..
પેશાબમાં લોહી :- ઘણા લોકોને પેશાબ કરતી વખતે લોહી પડતું હોય છે પરંતુ એને ધ્યાનમાં લેતા નથી પછી તે બીમારી ચિંતાજનક બની જાય છે. આ પરથી જાણી શકાય છે કે કિડની ખરાબ છે. જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.
ફેફ્સમાં પાણી ભરાવું :- પેશાબ ઓછો થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેથી ફેફસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઇ શકે છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કિડની ખરાબ થાય તો એના કારણે મગજમાં પણ અસર થાય છે. ઓક્સિજન ઘટી જાય છે. તેમજ વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે.
પીઠમાં દુઃખાવો થવો : આ દુઃખાવો ખુબ જ વધારે અસહનીય હોય છે, આ દુખાવો શરીરનાં એક તરફનાં પાછલા ભાગે થાય છે. આ દુઃખાવો પેટમાં નીચેની તરફ થઈ કંમર અને અંડકોષ સુધી પણ પહોંચી શકે છે. આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.
શરીર તંદુરસ્ત રાખવું :- જો શરીર નું ધ્યાન ન રાખો તો ખૂબ જ થાક લાગે છે, ત્યારે પણ કિડનીની સમસ્યાઓ હોઈ શકે છે. આખો દિવસ કામ કરવા પર થાક લાગવો સામાન્ય વાત છે પણ જો કમજોરી અને થાક કોઈ કારણો વગર જ લાગે તો તે કિડની ફેઈલ થઇ જવાનું પણ લક્ષણ દર્શાવે છે. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરત થી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.