શંખ નું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ હોય છે. પૂજાપાઠમાં તેનો ઉપયોગ ખૂબ વધારે કરવામાં આવે છે. શંખ પણ ઘણા પ્રકારના હોય છે અલગ અલગ શંખના અલગ અલગ ફાયદા અને ઉપયોગ હોય છે. આજે અમે તમને શનિ શંખ ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એ તમને ઘણા અલગ-અલગ આકારમાં મળી જશે. સામાન્ય રીતે તેનું મળવું ખૂબ દુર્લભ હોય છે.
શનિ શંખ માં અનેક કાંટાદાર ધારો હોય છે. અને તે કાળા રંગ ના પણ હોય છે. તે કચ્છ શંખની શ્રેણીમાં આવે છે. સામાન્ય રીતે આ શંખ નો ઉપયોગ શનિદેવને ખુશ કરવા માટે કરવામાં આવે છે શનિ શંખ ના બીજા પણ ઘણા લાભ હોય છે. જે આ પ્રકારે છે..
1. જો તમારી જન્મકુંડળીમાં શનિ સાથે જોડાયેલા કોઈ પણ દોષ છે તો તમે તેને શનિ શંખ ની સહાયતાથી દૂર કરી શકો છો. આ શંખ પોતાના પૂજા સ્થળ પર રાખવાથી અને તેનું નિયમિત પૂજા પાઠ કરવાથી શનિદેવની કૃપા વરસે છે. એના આશિર્વાદથી મુસીબત અને નકારાત્મકતા બંને તમારાથી દૂર રહે છે.
2. જો તમારી ઉપર શનિની સાઢેસાતી છે, તો આ શંખને તમારા ઘર પર જરૂર રાખો. આવું કરવાથી સાઢેસાતી નો દુષ્પ્રભાવ ઓછો થશે અને તમારી સાથે દરેક કાર્ય શુભ શુભ જ થશે. શનિ શંખ દરેક પ્રકારના વાસ્તુદોષ ને પણ દૂર કરવા માટે ઓળખવામાં આવે છે. એટલા માટે ઘરમાં કોઈ વાસ્તુદોષ થવા પર પણ તમે શનિ શંખ ને પોતાની પાસે રાખી શકો છો.
3. શનિ શંખ ને પોતાની સુખ – સમૃદ્ધિ, આયુ અને આરોગ્યતા માટે ઓળખવામાં આવે છે. તે ઘર ની નેગેટિવ ઊર્જાને દૂર રાખવાનું કામ કરે છે. તેને ઘરમાં રાખવાથી તમારુ જીવન સુખમય રીતે વીતે છે. તમારી આયુ પણ લાંબી થાય છે અને કોઈ બીમારી પણ ઘરમાં રહેતી નથી.
4. ભવન નિર્માણ, ઓટો મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો બિઝનેસ કરનારા લોકો માટે શનિ શંખ ખૂબ કામ નો હોય છે. તેમને પોતાના વ્યાપાર સ્થળ પર આ શંખને રાખવું જોઈએ. તેનાથી તેમના બિઝનેસમાં લાભ થાય છે અને ઇનકમ દિનપ્રતિદિન વધતી જાય છે.
5. જોબ અને કરિયર માટે પણ શનિ શંખ કામ આવે છે. જ્યારે પણ કોઈ ઈન્ટરવ્યૂ આપવા માટે જાઓ, તો પહેલા તેની પૂજા કરીને ઘરથી બહાર નીકળો. નોકરી મળવાના ચાન્સ ડબલ થઇ જશે. તેમજ જો પહેલાથી જ નોકરી કરી રહ્યા છો, તો તેમને પ્રમોશન મળી જશે. સ્ટુડન્ટ પણ શનિ શંખ ને નિયમિત પૂજા કરે તો ભણવા ગણવા માં સફળતા પ્રાપ્ત થાય છે
6. શનિનો ગોચર, માર્ગી વકરી સ્થિતિ માં મળતી મુશ્કેલીઓમાં પણ શનિ શંખ તમને બચાવી શકે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment