શું છે ખોટી પ્રેગનેન્સી? જરૂર જાણો ફોલ્સ ગર્ભાવસ્થાના લક્ષણો અને કારણો..

સહિયર

દરેક લોકોની જીવનશૈલી અલગ અલગ હોય છે, જેના કારણે શરીરની બનાવટમાં પણ ફેરફાર થતા રહે છે. ઘણી વાર મહિલાને ગર્ભવતી થવામાં પણ સમસ્યા ઉભી કરે છે. શરીરમાં મહિલાને ગર્ભધારણના લક્ષણ જોવા મળવા માટેનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી.

જયારે મહિલા પ્રેગનેન્ટ થાય ત્યારે મહિલાના શરીરની અંદર એના શરીર અને સ્વાસ્થ્યના હિસાબે શરીરમાં ફેરફાર થાય છે. મહિલા ની અંદર એના શરીર અને સ્વાસ્થ્ય પરથી એના ગર્ભવતી હોવાનું લક્ષણ દેખાવા લાગે છે.

ઘણી વાર ઘણી એવી મહિલાઓ સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓને જ ગર્ભવતીના લક્ષણ સમજવાની ભૂલ કરી બેસે છે. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભવતી થયા વગર જ ગર્ભાવસ્થાના અમુક લક્ષણો પણ જોવા મળી શકે છે. આજે અમે તમને ખોટી ગર્ભવતીના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણો અને લક્ષણો વિશે ચાલો જાણી લઈએ..

ખોટી પ્રેગનેન્સી એક પ્રકારનો ભ્રમ હોય છે, જેમાં સ્ત્રીને ખબર પડે છે કે તે ગર્ભવતી થયા વિના જ પણ ગર્ભવતીનો અનુભવ કરે છે. આ એક અસામાન્ય સ્થિતિ હોય છે, જેને તબીબી ભાષામાં સ્યુડોસાયટીસ તરીકે ઓળખવામાં આવે છે.

જે મહિલાઓના લગ્ન મોટી ઉંમર બાદ થાય છે તેમને આ સમસ્યાઓ થવાનો ખતરો વધારે હોય છે. તો ચાલો જાણી લઈએ કે ફોલ્સ ગર્ભાવસ્થા શું છે, તેના લક્ષણો શું છે, કારણો અને તેના ઉપાયો વિશે..

ફોલ્સ ગર્ભાવસ્થા શું છે :- ફોલ્સ ગર્ભાવસ્થાને ફેન્ટમ ગર્ભાવસ્થા પણ કહેવામાં આવે છે. ત્યારે આ એક અસામાન્ય પરિસ્થિતિ જોવા મેળે છે જેમાં સ્ત્રીને લાગે છે કે તેણીના ગર્ભાશયમાં બાળક છે. પરંતુ વાસ્તવિકતામાં તેના ગર્ભાવસ્થા માં કોઈ બાળક હોતું નથી.

ફોલ્સ ગર્ભાવસ્થા ના લક્ષણો :- ફોલ્સ ગર્ભાવસ્થા ને તબીબી ભાષામાં સ્યુડોસાયટોસિસ કહેવાય છે. આ એવી સ્થિતિ છે જેમાં સ્ત્રીને લાગે છે કે તેને પેટમાં ગર્ભ છે. ફોલ્સ ગર્ભાવસ્થા દરમિયાન પીડિત સ્ત્રીઓમાં પણ ગર્ભાવસ્થા ના શરૂઆતના લક્ષણો હોય છે, જેમ કે થાક, અનિયમિત માસિક, માથાનો દુખાવો, સ્ત્રીઓના સ્તનના કદમાં ફેરફાર અને પેટમાં ગેસ જેવા.

આ પરિસ્થિતિમાં, પીડિત મહિલા જ નહીં, પરંતુ અન્ય લોકો પણ તેને ગર્ભવતી માનવાની ભૂલ કરે છે, જ્યારે વાસ્તવિકતામાં સ્ત્રીના ગર્ભાશયમાં કોઈ બાળક હોતું નથી.

ફોલ્સ ગર્ભાવસ્થાના કારણો :- ખોટી ગર્ભાવસ્થાનું મુખ્ય કારણ માનસિક દબાણ હોય છે. આ સમસ્યા એવી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે જેમને માતા બનવાની ખૂબ જ ઇચ્છા હોય છે અથવા તો કોઈ કારણસર વારંવાર ગર્ભપાત કરનારી સ્ત્રીઓમાં જોવા મળે છે.

આવી સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા જેવા લક્ષણો થવા લાગે છે. જે પાછળથી ગર્ભાવસ્થા ના પતનનું કારણ બની શકે છે. આ સિવાય ગરીબી નિરક્ષરતા, બાળપણમાં શોષણ, પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝગડા પણ ગર્ભાવસ્થાના પતનનું કારણ બને છે.

ફોલ્સ ગર્ભાવસ્થાની સારવાર :– ખોટી ગર્ભાવસ્થા ના સારવાર માટે ડોકટરોની દવાઓ લેવાની કોઈ જરૂર નથી. પણ આ રોગમાં, કોઈ નિષ્ણાત ચિકિત્સકની મદદથી, પીડિત સ્ત્રીને ફક્ત તે સમજાવવામાં આવે છે કે તે ગર્ભવતી મહિલા નથી, ફક્ત એનામાં ગર્ભાવસ્થાના લક્ષણો જ જોવા મળે છે. મહિલાઓએ ખોટી સગર્ભાવસ્થા ટાળવા માટે સ્ત્રી રોગ ચિકિત્સકનો સંપર્ક જરૂર કરવો જોઈએ.