ખિચડી 2નું શૂટિંગ શરૂ, કીર્તિ કુલહારી પરમિંદરના રોલમાં જોવા મળશે

ફિલ્મી દુનિયા

કીર્તિ કુલહારીએ હિન્દી ફિલ્મ ‘ખિચડી’થી અભિનયની શરૂઆત કરી હતી. 13 વર્ષ બાદ આ ફિલ્મ ‘ખિચડી 2’ ની સિક્વલનું શૂટિંગ શરૂ થયું છે જેમાં કૃતિ કુલ્હારી પરમિંદરના રોલમાં જોવા મળશે. કીર્તિ કુલ્હારી કહે છે- ‘ખીચડી 2’માં જોડાવું મારા માટે ઘર વાપસી જેવું છે. આ ફિલ્મ પહેલા કરતા વધુ મનોરંજક, ટેસ્ટી અને મસાલેદાર હશે.

સ્ટાર પ્લસ પર 10 સપ્ટેમ્બર 2002 ના રોજ સીરીયલ ‘ખિચડી’ પ્રસારિત થવાનું શરૂ થયું. આ સિરિયલ 14 એપ્રિલ 2018 સુધી ચાલી હતી. આ સિરિયલની લોકપ્રિયતા જોઈને તેના નિર્માતા જેડી મજેડિયાએ ‘ખિચડી’ નામની ફિલ્મ બનાવી જે 1 ઓક્ટોબર 2010ના રોજ રિલીઝ થઈ હતી.આ ફિલ્મ સિરિયલ જેટલી સફળ રહી ન હતી. કીર્તિ કુલહારીએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 13 વર્ષ બાદ હવે આ ફિલ્મની સિક્વલ ‘ખિચડી 2’ બનવા જઈ રહી છે જેમાં કીર્તિ કુલ્હારી ફરી એકવાર પરમિંદરના રોલમાં જોવા મળશે.

ફિલ્મ ‘ખિચડી’ બાદ કીર્તિ કુલ્હારી 2011માં ફિલ્મ ‘શૈતાન’માં જોવા મળી હતી.આ ફિલ્મ અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી હતી.ફિલ્મના દિગ્દર્શક બેજોય નામ્બિયાર હતા.ફિલ્મમાં કીર્તિ કુલ્હારી ઉપરાંત રાજકુમાર રાવ, રાજીવ ખંડેલવાલ, કલ્કી કેકલન, ગુલશન દેવૈયા, શિવ પંડિત, નીલ ભૂપાલમ, રજિત કપૂર અને પવન મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતા.કીર્તિ કુલ્હારી કહે છે- ‘ખિચડી 2’ના શૂટિંગ દરમિયાન એવું લાગે છે કે જાણે હું ઘરે પાછી ફરી છું.

‘ખિચડી 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કીર્તિ કુલ્હારી કહે છે, “પંજાબી કુડી પરમિન્દર ખિચડીમાં શાનદાર અને અવિસ્મરણીય પદાર્પણના 13 વર્ષ પછી પાછી ફરી છે. ફરી એકવાર તે ‘ખિચડી’ની ગાંડી દુનિયા અને હિમાંશુ, હંસા, બાબુજી અને પ્રફુલની આગેવાનીમાં પારેખ પરિવારની વિચિત્ર મસ્તી સાથે પરત ફરી રહી છે. મને વર્ષોથી સમજાયું છે કે ‘ખિચડી’ ની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. તે બાળકો અને પરિવારોમાં ખૂબ જ લોકપ્રિય છે.