શિયાળા ની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો પોતાના ઘરમાં ડ્રાયફ્રુટ રાખતા હોય છે અને શિયાળાની ઋતુમાં તેનું સેવન કરી પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતા હોય છે. શિયાળામાં ખજુરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું મુખ્ય કારણ છે કે ખજુરની તાસીર ગરમ હોય છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આયુર્વેદ અનુસાર પણ ખજુરનાં ઘણા ફાયદા છે.
ખજૂરનું સેવન કરવાથી તેની અંદરથી પુરુષોને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. ખજુરમાં આયરન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીર માટે જરૂરી તત્વ છે. ખજુરને પોષણથી ભરપૂર માનવામાં આવે છે. જેથી જેમના શરીરમાં પોષક તત્વોની કમી હોય છે, તેમણે દૂધની સાથે ખજુરનું સેવન જરૂરથી કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે આખરે ખજુર ખાવાથી કયા-કયા લાભ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે :– સાકરની આટલી માતબર માત્ર હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખજૂર ખાઈ શકે છે. કારણકે ખજૂરમાં રહેલી સાકર સરળતાથી પચી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ ખજૂરનો વિવકપૂર્વક ઉપયોગ કરે તો તે ફાયદો કરે છે. વળી રોગ અને દવાઓને કારણે ઘટી ગયેલી કામશક્તિ તેના થકી પુન: ચેતનવંતી થાય છે.
દાંત માટે :- જો તમને દાંત સાથે જોડાયેલી સમસ્યા છે તો તમારે પોતાની ડાયટમાં ખજુરને અવશ્ય સામેલ કરવા જોઈએ. આવું એટલા માટે કારણ કે ખજુરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે અને દાંતની સમસ્યા કેલ્શિયમની કમીને કારણે થતી હોય છે. ખજુરને જો દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી દાંતમાં મજબૂતી આવે છે.
પાચનતંત્રમાં ફાયદાકારક :- પાચન માં સહાય ખજૂરમાં ઊંચી માત્રામાં ખનિજો અને રેસા હોય છે, જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે. ફાઇબરની વિશાળ માત્રામાં કબજિયાતની સમસ્યા દુર થાય છે, જ્યારે હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત આપે છે. ઉપરાંત, પાચન તંત્રમાં ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને લીધે કોલમોના કેન્સરનો નિયમિત વપરાશ થાય છે.
એનર્જીનો સ્ત્રોત છે ખજુર :- ખજુરમાં ગ્લુકોઝ, ફકટોઝ અને સુક્રોઝ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેમાં તેનું સેવન કરવાથી તુરંત એનર્જી મળે છે. જેથી જો તમને ક્યારેય પણ એનર્જીની કમી મહેસૂસ થાય તો તમારે તુરંત ખજુરનું સેવન કરવું જોઈએ.
હાડકાંની મજબૂતી માટે :- ખજુરમાં અમુક એવા તત્વો રહેલાં છે, જેનાથી હાડકા મજબૂત બને છે. જણાવી દઈએ કે કેલ્શિયમ, સેલેનિયમ, મેગનીઝ અને કોપરનું સૌથી સારો સ્ત્રોત ખજુર છે. તેમાં ખજુર હાડકાને કમજોર થવાથી બચાવે છે.