સંસ્કૃતિના અનેક અવશેષોમાં ખજૂરના ઝાડનો ઉલ્લેખ જોવા મળે છે. ખજૂરનું થડ ખૂબ જ મજબૂત હોય છે. આમ તો ખજૂરના ફળની અનેક જાતો મળી આવે છે, પણ વ્યાપારિક દૃષ્ટિએ આ બધી જાતોમાંથી કેટલીક જાતો જ ઉપયોગી નીવડે છે. હાલમાં ખજૂર ની ઘણી જાતિ મળી રહે છે.
ખજૂરના ઘણા વિજ્ઞાનિક લાભ પણ છે. તમારા સારા સ્વાસ્થ્ય માટે જણાવી દઈએ કે ખજૂરનું સેવન શરીરમાં રોગો દુર કરે છે. ખજૂર ખાવાથી ડીહાઇડ્રેશન ની સમસ્યા નથી થતી. તેના થી કમજોરી પણ નથી આવતી. ખજૂરમાં ઉચ્ચ સ્તરની કુદરતી શર્કરા હોય છે,
ખજૂર ઓક્સિડેટીવ તણાવ અને મગજના કોશિકાઓના નુકસાનથી અન્ય પ્રકારની બળતરાને અટકાવે છે. અમે તમને ખજૂર ના એવા ફાયદા વિષે જણાવી દઈએ, જેનાથી લગભગ ઘણા લોકો અજાણ હશે. તો ચાલો જાણી લઈએ ખજૂરના વિશેષ ફાયદા વિશે વિસ્તારથી..
કબજીયાતની સમસ્યા માટે :- જે લોકોને કબજિયાત ની સમસ્યા રહેતી હોય તેમના માટે ખજૂર નું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. નિયમિત સવારે ઉઠીને ખાલી પેટ ચાર થી પાંચ ખજૂરનું સેવન કરવામાં આવે તો પેટ ના આતર માં ચોટેલી ગંદગી સાફ થાય છે.
સાંધાનો દુખાવો :- જે લોકો ને સાંધા નો દુખાવો રહેતો હોય તો તેને દૂધ ની સાથે ખજૂર પીવાથી ફાયદો થાય છે તેમજ તેમાં ઘી પણ નાખી શકો છો.
લોહીની ઉણપ :- શરીર માં લોહીની ઉણપ રહેતી હોય તેને સતત 21 દિવસ સુધી સવારે 5 ખજૂર ખાવા જોઈએ. આવું કરવાથી લોહીમાં આયરનની ઉણપ દૂર થઇ જશે અને હિમોગ્લોબીન વધવામાં મદદ કરે છે.
બાળકો માટે ફાયદાકારક :- જો તમારા બાળક નો સરખી રીતે વિકાસ નથી થઇ રહ્યો તો તેને દરરોજ ૧૦ ગ્રામ ભાતના પાણીમાં ખજૂર પીસીને ખવરાવો, જેનાથી બાળક જલ્દી હૃષ્ટ પુષ્ટ બની જશે.
વજન વધારવા માટે :- જે લોકો પાતળા હોય તેમણે રોજે ચાર થી પાંચ ખજૂર નું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર ભરાવા લાગશે અને કમજોરી દૂર થશે.
ઇમ્યુનિટી વધારવા માટે :- જે લોકોને આળસ આવતી હોય અને થાક નો અહેસાસ તઃતો હોય તેણે ખજૂર નું સેવન કરવું જોઈએ. ખાજુરમાં રહેલા વિટામિન્સ એ અને સી સહીત અન્ય પોષક તત્વ શરીર ની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.
મજબુત હાડકા માટે :- હાડકાને મજબૂત કરવામાં પણ ખજૂર ખુબ જ ફાયદાકારક છે. તેને દૂધ ની સાથે ખાવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.
ડીહાઇડ્રેશન ની સમસ્યા :- ખજૂર માં જરૂરી માત્ર માં ગ્લુકોજ, ફ્રક્ટોઝ અને સુક્રોઝ મળી રહે છે. તેને ખાવાથી શરીર માં તરત એનર્જી મળી રહે છે. તેના થી ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ નથી થતી. ખજૂર માં પોટેશિયમ અને થોડા પ્રમાણમાં સોડિયમ પણ હોય છે. આ શરીર ના તંત્રિકા તંત્ર ને સારી કરવામાં મદદ કરે છે..