જ્યારે પણ ઘર બનાવવામાં આવે છે તો તેમાં બારીઓ અવશ્ય રાખવામાં આવે છે. આ બારીઓ થી આપણને સૂરજનુ અંજવાળુ અને પ્રકૃતિની શુદ્ધ હવા મળી રહે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરોમાં બારીઓ નથી હોતી ત્યાં મોટાભાગે બીમારીઓ રહેતી હોય છે. એવામાં વાસ્તુશાસ્ત્રમાં બારી ને લઇને ઘણું બધું કહેવામાં આવ્યો છે.
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આપણા ઘરની બારીઓ પણ આપણા સુખ દુઃખનું કારણ બનતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર નું માનો તો તમારા ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ બારી ઓ બનાવવી જોઈએ. જો તમે વાસ્તુ સંબંધિત નિયમો તો તોડી દીધા છે. તો થઈ શકે છે આ ગડબડ. તો ચાલો થોડું મોડું કર્યા વગર બારી ઓથી જોડાયેલા વાસ્તુ નિયમ જાણી લઈએ.
ઘરની છત પર હવાબારી બનાવવાથી કોઈ પણ પરિસ્થિતિમાં બચવું જોઈએ. આજકાલ ઘણા બધા લોકો છત પર 2 by 2 ની ખાલી જગ્યા છોડી દેતા હોય છે. વાસ્તુ પ્રમાણે આવું કરવું જોઈએ નહીં. તેનાથી ઘરની હવા પર દબાણ બની શકે છે. અને તમારી હેલ્થ અને દિમાગ પર અસર કરે છે. આ માટે તમે છત પર હવાબારી બનાવવા માગતા હોવ તો પહેલા કોઈ સારા વાસ્તુશાસ્ત્રની સલાહ અવશ્ય લો.
ઘરની બારીઓ કઈ દિશામાં બનેલી છે એ પણ વાસ્તુ ના હિસાબથી ખૂબ જ જરૂરી છે. તમારે હંમેશા ઘરની વાયવ્ય ઉત્તર ઇશાન અને પૂર્વ દિશામાં બારીઓ બનાવવી જોઈએ. તેનાથી તમારા ઘર પર સારો પ્રભાવ પડે છે. રસોડામાં એક બારી બનાવવી ખુબ જરૂરી છે. રસોડામાં ઘણા બધા પ્રકારની રસોઈ બનાવવામાં આવતી હોય છે.
બારી બનાવવાથી રસોડાનો તાપ અને ધુમાડો આસાનીથી બહાર નીકળી શકે છે. તેથી રસોડા માં બારી બનાવવી જોઈએ. બાથરૂમ અને ટોયલેટ માં પણ નાની નાની હવા બારી બનાવી જોઈએ. તેમને છત થી લગાવેલી જ બનાવવી જોઈએ. બાથરૂમમાં ખૂબ જ નેગેટિવ એનર્જી રહેતી હોય છે. જેનો બહાર નીકળવું ખૂબ જરૂરી હોય છે.
આગ્નેય, દક્ષિણ અને નૈઋત્ય દિશામાં હવાબારી બનાવવાથી કોઈ પણ હાલમાં બચવું જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશા ઉચિત નથી હોતી. જો અગ્નિ દિશામાં તમારુ રસોડું છે તો વાસ્તુશાસ્ત્રની સલાહ લઈને જ દિશા માં બારી બનાવો. ઘરમાં કેટલી બારીઓ હોવી જોઈએ, ત્યાં પણ વાસ્તુ નું ધ્યાન રાખો.
સામાન્ય રીતે ઘરમાં સમ મતલબ ૨ ૪ ૬ હોવી જોઈએ. વિષમ એટલે કે 1 3 5 ક્રમ માં બારીઓ બનાવવી જોઈએ નહીં. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં બારીઓ દરવાજા ખોલતા અથવા બંધ કરતાં સમયે કોઈ પણ પ્રકારનો અવાજ આવવો જોઈએ નહીં. જો અવાજ આવે તો વાસ્તુદોષ ઉત્પન્ન થઇ શકે છે. આ સ્થિતિમાં ખરાબ બારીઓ જલ્દીથી જલ્દી રીપેર કરાવી લેવી જોઈએ.