તડકામાં ત્વચા પડી જાય કાળી, તો અપનાવો આ ઘરેલું ફેસ પેક, થોડી વારમાં જ જોવા મળશે એનું બેસ્ટ પરિણામ..

સ્વાસ્થ્ય

ગરમીની ઋતુ ચાલુ થઇ ચુકી છે. ગરમીમા સ્કિનટેન (તડકામાં ત્વચા કાળી પડી જવી) ની સમસ્યા ઘણા લોકો ને થતી હોય છે. વધારે સમય તડકા માં રહેવા થી ત્વચા કાળી પડી જાય છે અને જેના લીધે ટેન આવી જતાં હોય છે. વધારે તડકો ત્વચા માટે નુકસાનકારક હોય છે. એના કારણે લોકોની સ્કિન કાળી અને લાલ નજર આવતી હોય છે.

આ સમસ્યા ને સનટેન કહેવામાં આવે છે. પુરુષોની તુલનામાં મહિલાઓને ટેન વધારે થતાં હોય છે. કારણ કે મહિલાઓની સ્કીન પાતળી હોય છે. એટલા માટે મહિલાઓએ આ મોસમ માં ત્વચા નું  વધારે ધ્યાન રાખવાનું હોય છે. ગરમી ની સીઝનમાં ઘરની બહાર નિકળતા પહેલા સન સ્કિન લોશન જરુર લગાવો. ચહેરા પર ટેન થવાનો ખતરો ઓછો થતો હોય છે.

તેના સિવાય મહિલાઓએ પોતાના શરીરને ઢાંકી ને બહાર જવું જોઈએ. કારણ કે ત્વચા પર સીધા સૂર્ય કિરણ ના પડે તો તમને પણ સન ટેન થતા હોય છે. તો પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને  ટેન ને દૂર કરવા માટેના ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ. આ ઉપાયો કરવાથી ટેન એકદમ સારાં થય જશે અને ત્વચાની રંગત અને નિખાર આવી જશે.

સન ટેન દુર  કરવા માટે નો ઘરેલુ ઉપચાર :- નાળિયેરનું પાણી અને ચંદન નો પાઉડર :- નારિયેળ પાણી અને ચંદન પાઉડર લગાવવાથી ટેન ઓછા થાય છે. સન ટેન થવા પર તમે એક ચમચી ચંદન પાવડર ની અંદર નારિયેળ પાણી નાખો. તેની સાથે મિક્ષ કરો અને તે પેક તૈયાર કરો. હવે આ પેકને ગરદન અને ચહેરા પર સારી રીતે લગાવો. તેને 15 મિનિટ સુધી લગાવેલી રાખો. સુકાયા બાદ તેને પાણીથી સાફ કરી લો અને ચહેરા પર કોઈ સારી ક્રીમ લગાવી દો. આ ફેસપેક લગાવવાથી સન ટેન સારા થઈ જાય છે.

દહી અને બેસન :- સન ટેન દુર કરવા માટે દહીં અને બેસન ખૂબ જ સારો સાબિત થાય છે. દહીં અને બેસન ચહેરા પર લગાવવાથી કાળાશ દૂર થાય છે. એક કટોરી મા એક ચમચી બેસન નાખો. તેમાં થોડું દહીં મેળવો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. જ્યારે તે સુકાઈ જાય તો ચહેરાને સાફ કરી લો. આ પેક ચહેરા ની  અંદરની સફાઇ કરે છે અને ત્વચા કોમળ બનાવે છે.

ગુલાબ જળ :- ગુલાબ જળ લગાવવાથી પણ ટેન દૂર કરી શકાય છે. ટન થવા પર રાતે સૂતી વખતે ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરી લો. પછી ચહેરા પર ગુલાબ જળ રૂ ની મદદથી સારી રીતે લગાવી દો. રોજ રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવવાથી તેની સારી અસર થાય છે. તેના સિવાય તમે ચાહો તો ચંદનનો પાવડર પણ ગુલાબ જળ ની અંદર મિક્સ કરીને આ પેકને તૈયાર કરીને ચહેરા પર લગાવી શકો છો. આ પેક લગાવવાથી ટેન સારા થઈ જાય છે.

એલોવેરા જેલ :- એલોવેરા જેલ પણ ટેન દૂર કરવા માટે સહાયક થાય છે. એલોવેરા જેલ લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને ત્વચાની રંગત સારી થાય છે. તમે એક એલોવેરાના ટુકડા ને લઈને તેને વચ્ચેથી કાપીને અંદરનો જેલ કાઢી લો. યાદ રાખો કે પીળા રંગ  નો ભાગ જેલમાં ના જાય. આ જેલ ને સારી રીતે ચહેરા અને ગરદન પર લગાવી દો. અને તેને સુકાવા દો. સુકાય જાય પછી  પાણીની મદદથી ચહેરાને સાફ કરી લો. એલોવેરા જેલ લગાવવાથી ચહેરો કોમળ બને છે અને સાથે જ ટેન ગાયબ થઈ જાય છે.

લીંબુ :- એક લીંબુ ને કાપી ને તેનો રસ કાઢી લો. તે રસ ને રૂ ની મદદ થી ચહેરા અને ગરદન પર લગાવો. તેને સુકાવા દો, સુકાય જાય ત્યારે તેને પાણી ની મદદ થી સાફ કરી લો. લીંબુ નો રસ ચહેરા પર લગાવાથી રંગ સાફ થાય જાય છે. અને ધૂપ ના કારણે દાઝેલી ત્વચા પણ સારી થય જશે.