80 અને 90 ના દાયકામાં કલાકારોના ખૂબ જ વિચિત્ર ફોટોશૂટ, જુઓ તો ચોક્કસ તમારી હસી હસીને હાલત ખરાબ થઈ જશે

મનોરંજન

પહેલાના અને આજના સમયમાં ઘણો તફાવત રહ્યો છે. એ જ રીતે ભૂતકાળના બોલિવૂડ અને આજના બોલિવૂડમાં જમીન-આસમાનનો તફાવત છે. ભલે તે કલાકારોના લૂકની હોય, ફિલ્મોની હોય કે પછી તેમના ફોટોશૂટની. 80 અને 90 ના દાયકામાં, કલાકારો ખૂબ જ વિચિત્ર ફોટોશૂટ કરાવતા હતા, જેની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ગોવિંદા, જુહી ચાવલા, સની દેઓલ અને રવિના ટંડન જેવા કેટલાક મોટા સ્ટાર્સ જોઈ શકાય છે.

એ જમાનામાં આ સ્ટાર્સે જે રીતે ફોટોશૂટ કરાવ્યું હતું તેની તસવીરો જો તમે આજે જુઓ તો ચોક્કસ તમારી હસી હસીને હાલત ખરાબ થઈ જશે. આજની પોસ્ટમાં અમે તમારા માટે આવી જ કેટલીક તસવીરો લાવ્યા છીએ. આ તસવીરો bollyoodtriviapc નામના ઈન્સ્ટા પેજ પરથી શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં તમે 80 અને 90ના દાયકાના બોલિવૂડ સ્ટાર્સની કેટલીક ફની તસવીરો જોઈ શકો છો

પહેલો ફોટો ગોવિંદા અને ફરાહનો છે, જેમાં ગોવિંદા તેમને પકડીને પોઝ આપતા જોવા મળે છે.

બીજા ફોટામાં, તમે સુનીલ શેટ્ટી અને રવિના ટંડનને સમાન પોઝમાં જોઈ શકો છો.

ત્રીજો ફોટો જેકી શ્રોફનો છે, જેમાં તે બીચ લુકમાં કપડા વગર જોવા મળી રહ્યો છે.

ચોથા ફોટામાં, તમે ગોવિંદા અને જુહી ચાવલા ફોઇલ પેપરમાં લપેટીને જોઈ શકો છો. આખરે આ ફોઈલ પેપર શા માટે અને કોનો આઈડિયા હતો તે તો ભગવાન જ જાણે.

પાંચમો ફોટો સલમાન અને જુહીનો છે. આ ફોટોમાં સલમાન શર્ટલેસ જોવા મળી રહ્યો છે.

એ જ રીતે છઠ્ઠો ફોટો પણ ઘણો વિચિત્ર છે. આમાં ગોવિંદા મંદાકિની સાથે જોવા મળી શકે છે.

તો સાતમી તસવીરમાં શિલ્પા જે રીતે અક્ષય પર બેસીને પોઝ આપી રહી છે, તે જોઈને બંને હસવા લાગ્યા છે.

છેલ્લો ફોટો સની દેઓલ અને રવીનાનો છે. જેમાં સની રવીનાના ખોળામાં બેથીને પોઝ આપી રહ્યો છે