સે@ક્સ લાઈફની કામોત્તેજનામાં વધારો કરવા માટે આ ફળ છે ખુબ જ ફાયદાકારક… જરૂર જાણો

સહિયર

આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં સમયના અભાવના કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવુ ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે. કપલનો સબંધ બંનેની સમજ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. ઘણી વાર સબંધ માં ઉત્તેજના ઘટી જાય છે. પાર્ટનર સાથે ઇંટિમસી ઘટવાના કારણે ઘણીવાર લાંબા ગાળાના રિલેશનશીપમાં પણ સમસ્યા આવી શકે છે.

કપલ્સ પોતાના સંબંધને મજબૂત બનાવવાની સાથે-સાથે સ્પાઈસી પણ બનાવવા માંગે છે. દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે એમની સે@ક્સ લાઈફમાં કોઈ સમસ્યા ના આવે. અને એની સે@ક્સ લાઈફની કામોત્તેજનાના ઘટાડો ન થાય. બજારમાં ઘણી એવી પ્રોડક્ટ કે વસ્તુ મળે છે જેનાથી કામોત્તેજના માં વધારો કરી શકાય.

આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી સે@ક્સ લાઈફમાં ઘણો ફાયદો થશે.. આ એવું ફળ છે જેનું સેવન કરવાથી સે@ક્સ લાઈફ આનંદિત થઇ જાય છે અને સબંધમાં કોઈ સમસ્યા આવતી નથી. તો ચાલો જાણી લઈએ એ ફળ વિશે.. કેવી રીતે એનું સેવન કરવાથી કામોત્તેજના વધારી શકાય છે.

સફરજન :- સફરજન ઘણી બીમારીઓમાં તો રક્ષણ આપે જ છે પરંતુ જો એને મધ સાથે સેવન કરવામાં આવે તો કામેચ્છામાં વધારો થાય છે.  આનું સેવન કરવા માટે સફરજનની છાલ કાઢીને ક્રશ કરવું. તેમાં એક ચમચી મધ, ગુલાબજળ ના ૩-૪ ટીપાં, ચપટી જેટલું કેસર, થોડુ જાયફળ અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને જમવાના અડધો કલાક પહેલાં લેવું અને એનું સેવન કર્યાના ચાર કલાક સુધી દૂધ, દહી કે માછલીનું સેવન ન કરવું.

આંબળા :- આંબળામાં પૂરતા પ્રમાણમાં આયરન, ઝિંક અને વિટામિન સી હોય છે. તે સ્વાસ્થ્ય તો સારું રાખે છે અને કામોત્તેજનામાં વધારો કરવા માટે મદદ કરે છે. બે ચમચી આમળાના રસમાં એક ચમચી આમળાનો સૂકો પાવડર નાખવો અને એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને દિવસમાં બે વાર ખાઓ. આ નુસખાથી યુગલો વચ્ચે સેક્સ પાવર વધે છે.

બદામ :- કામેચ્છામાં વધારો કરવામાં બદામ પણ મદદ કરે છે. બદામને દૂધમાં મિક્સ કરીને નિયમિત પીવી જોઈએ. દરરોજ રાત્રે ૧૦ બદામને પાણીમાં પલાળીને મુકી દેવી. સવારે એની છાલ કાઢીને કે દૂધમાં બદામ નાંખીને પીવો. દૂધ બનાવવા માટે એક કપ દૂધમાં છાલ કાઢેલી બદામ, ચપટી કેસર, થોડું જાયફળ અને સ્વાદાનુસાર ખાંડ નાંખીને મિક્સરમાં ક્રશ કરી લેવા.

ખજુર :- સેક્સ ડ્રાઈવ ઘટી જવાના કિસ્સામાં ખજૂરથી ફાયદો થાય છે. ૧૦ તાજા ખજૂરને ઘીમાં પલાળવા, તેમાં એક ચમચી સુંઠ, અડધી ચમચી એલચી પાવડર, ચપટી કેસર મિક્સ કરવું. તેને એક વાસણમાં ભરીને તેને ગરમ જગ્યાએ ૧૨ દિવસ માટે મુકી દેવું. નિયમિત સવારે એનું સેવન કરવું.

ડુંગળી અને લસણ :- ડુંગળી અને લસણનું સેવન કામેચ્છામાં વધારો કરે છે. એક ચમચી ડુંગળીના રસમાં એક ટી સ્પૂન લસણનો રસ મિક્સ કરવો. આ મિશ્રણ દરરોજ ભૂખ્યા પેટ મધ સાથે લેવું. જેનાથી તમારી સે@ક્સ લાઈફ સારી બનશે.