જ્યોતિષથી લઈને તંત્ર મંત્ર સુધી આ વસ્તુ તમારી દરેક ઈચ્છાને કરશે પૂરી..

જ્યોતિષ

આમ તો જ્યોતિષ શાસ્ત્રોમાં ઘણી વસ્તુઓ વિશે જાણવા મળે છે. જ્યોતિષ અને તંત્રમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે હંમેશા માટે વ્યક્તિના જીવનમાં કામમાં આવતી હોય છે. તેમાંથી અમુક વસ્તુઓ એવી પણ છે, જે કોઈ ચમત્કારથી ઓછી હોતી નથી.

જો આ વસ્તુઓનો વિધિ-વિધાન પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં આવનારી તમામ પરેશાનીઓને દૂર કરી શકાય છે. સાથે સાથે જ દરેક મનોકામના પણ પૂરી કરી શકાય છે. આજે અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે જ્યોતિષ ઉપાયોમાં કામ આવી શકે છે.

કાળી હળદર :- આપણા ઘરમાં હળદર ઉપયોગમાં લેવામાં આવતી આવતી હોય છે. હળદર વિશે તો આપણે દરેક લોકો જાણતા હોઈએ છીએ. પરંતુ આ હળદરની એક પ્રજાતિ અથવા જાતિ એવી પણ હોય છે , જે જ્યોતિષીય ઉપાયોમાં કામ આવે છે. તે હળદરને આપણે કાળી હળદર તરીકે ઓળખીએ છીએ. કાળી હળદરને ધન તેમજ બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તેની સાથે જ તે અનેક પ્રકારના બુરા પ્રભાવ ને ઓછો કરે દે છે.

મોતી શંખ :- જ્યોતિષશાસ્ત્રમાં મોતી શંખનું ઘણું સારું વર્ણન કરવામાં આવ્યું છે. મોતી શંખ એક વિશેષ પ્રકારનો શંખ ગણાય છે. આ સામાન્ય શંખ ની જેવું નથી હોતું. તેનો આકાર થોડો અલગ હોય છે. તે જોવામાં થોડો ચમકતો પણ હોય છે. આ શંખને જો વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી તિજોરીમાં રાખવામાં આવે તો ઘર, કાર્યસ્થળ, વ્યાપાર સ્થળ અને ભંડારમાં પૈસા જ પૈસા રહે છે.

દક્ષિણાવર્તી શંખ :- જ્યોતિષશાસ્ત્રને મુજબ જોઈએ તો દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ હોય છે. કે શાસ્ત્રોની મુજબ આ શંખને વિધિ-વિધાનપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘણા પ્રકારની બાધાઓ સુર થઈ જતી હોય છે.

અને ક્યારે પણ ધનની ઉણપ ઘરમાં આવતી નથી. દક્ષિણાવર્તી શંખ ના એક જ નહીં પરંતુ અનેક લાભ હોય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે તેને ઘરમાં રાખતા પહેલા તેનું શુદ્ધિકરણ જરૂર કરવું જોઇએ, નહીંતર તેના ફાયદા થશે નહિ.

ગોમતી ચક્ર :- કેટલાક જ્યોતિષીય ઉપાયો મુજબ એક આ પ્રકારના પથ્થરને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે જોવામાં ઘણો સામાન્ય હોય છે. પરંતુ તેના ફાયદા અને પ્રભાવ ચમત્કારિક હોય છે. તે પથ્થર ગોમતી ચક્રના નામથી પણ જાણવામાં આવે છે. જેવી રીતે આ નામથી ગોમતી નદીનું નામ આવે છે તેવી જ રીતે આ પથ્થર પણ ગોમતી નદીમાં જ મળી રહે છે.

કમલ ગટ્ટા :- દરેક લોકોને પૈસાની ઈચ્છા હોય છે. એટલા માટે ધન પ્રાપ્તિ માટે જ્યોતિષીય ઉપાયોમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કમલ ગટ્ટા પણ તેમાંનું એક જ માનવામાં આવે છે. કમલ ગટ્ટા કમળના છોડ માંથી નીકળે છે. તે સામાન્ય રીતે કાળા રંગનું હોય છે. આ બજારમાંથી તમને ઘણી જગ્યા પરથી સરળતાથી મળી શકે છે.