જીવનસાથી સાથે સુવાથી થાય છે ઘણા ફાયદા, જરૂર જાણો એના અનેક લાભ..

સહિયર

ઊંઘ દરેક લોકોના શરીર માટે ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકોને એકલા સૂવું વધારે પસંદ હોય છે. યોગ્ય ઊંઘ લેવાથી આખો દિવસ સારો જાય છે અને દિવસના અન્ય કલાકોને તાજગીથી તરોબતર રાખે છે. જો તમે યોગ્ય ઊંઘ નથી લેતા તો તમે અનેકવિધ બીમારીઓ થઇ શકે છે. તંદુરસ્ત શાંતિપૂર્ણ ઊંઘ આખા દિવસનો થાક ઉતારી નાંખે છે.

ઘણા લોકો લગ્ન પછી પણ અલગથી સુવે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તમે તમારા જીવનસાથી સાથે ચોંટીને અથવા ગળે લગાવીને સૂવો છોતો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક વખત જો આ વાંચી લીધું તો તમે તમારા પાર્ટનરની બાહોમાં સુવાનું ભૂલશો જ નહીં. વૈજ્ઞાનિકો એવુ માને છે કે, જેને આપણે ચાહીએ છીએ તેની સાથે વળગીને સુવાથી સંબંધો મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય ને પણ અનેકવિધ લાભ પહોંચે છે.

રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો :- એક શોધ અનુસાર એકલા સૂઇ જનારાની તુલનામાં કોની સાથે સૂઇ જનારા લોકોની ઉંમર લાંબી હોય છે. સાથે જ તે સ્વાસ્થ્ય જીવન પસાર કરે છે. જો તમને ઉંઘ ન આવવાની બીમારી હોય તો કોઇની સાથે સૂવાથી આ બીમારી દૂર થઇ જાય છે. તે સિવાય શોધ અનુસાર ફક્ત 10 મિનિટ કોઇને ગળે લગાવવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી સૂતા સમયે તમારા પાર્ટનરને ગળે લગાવીને સૂવુ જોઇએ.

સારું સ્વાસ્થ્ય :- ઓછી ઊંઘ, તણાવ, વધારે પડતું વિચારવું આ બધી જ ચીજો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તેથી જો તમે તમારા પાર્ટનરની સાથે સ્કિન ટચ કરીને સૂવો છો તો મનોવિજ્ઞાનિકની રીતે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. પાર્ટનરને અડીને સૂવાથી તમારી અધિવૃક્ક ગ્રંથિને કોર્ટિસોલ રોકવાના સિગ્નલ મળે છે. તેને સરળ ભાષામાં સમજાવીએ તો પાર્ટનરને ગળે લગાવીને સૂવાથી શરીર અને મગજ બન્ને જ રિલેક્સ થઇ જાય છે. તે તમારા તણાવને ઓછો કરે છે સાથે સાથે જ તેનાથી તમારા મનમાં રહેલા બધા જ ભય સમાપ્ત થઈ જાય છે.

માનસિક સ્વાસ્થ્ય માટે :- જો તમે તમારા જીવનસાથી સાથે ભેટીને સુવો છો તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે અપૂરતી ઉંઘ, માનસિક તણાવ, વધુ પડતા વિચાર આ બધી જ બાબતોથી પીડાતા હોવ તો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. જીવનસાથી સાથે સૂતા સમયે આપણા મગજ દ્વારા ઘણા હોર્મોન્સ બહાર થાય છે. જે આપણી પીડાને દૂર કરે છે. આ સિવાય જીવનસાથી સાથે ચીપકીને સૂવુએ એક રીતે પ્રાકૃતિક પીડા નિવારણ તરીકે પણ કામ કરે છે. આનાથી શરીરને જલ્દીથી રાહત અનુભવાય છે.