કોઈ પણ સબંધને મજબુત બનાવી રાખવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતો નથી. પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે દરેક લોકો પોતાની અલગ રીત અપનાવે છે. જેનાથી બંને વચ્ચેના અંતરંગ સંબંધોમાં સુધારો તો આવે છે સાથે જ સંબંધમાં નવી ઊર્જાનો સંચાર પણ થાય છે. આજે અમે તમને અમુક ટિપ્સ જણાવીશું, જેનાથી તમને ઘણો ફાયદો થશે..
પાર્ટનરને થોડી આઝાદી આપવી – ક્યારેય પણ પાર્ટનરને કંટ્રોલમાં ન રાખવા. એકબીજાને થોડી પ્રાયોરિટી આપવી, નહી તો પાર્ટનરને સબંધમાં ગુંગળામણ થવા લાગશે.
પરસ્પર એવો વિશ્વાસ રાખવો જોઈએ કે પોતાના મનની વાત કોઈ પણ ખચકાટ વગર એકબીજાને જણાવી શકે. કોઈ પણ વાતે વાતે ટોકવું, દરેક વાતે અમુક સવાલ કરવા અને દરેક વખતે તમે કહો એમ કરે તેવી અપેક્ષા રાખવી, તે યોગ્ય નથી.
ગેમ્સ ન રમવી :- ક્યારેય પણ પાર્ટનર સાથે પાવરગેમ ન રમવી, જો આવું કરીશ આવે તો પાર્ટનર કંટ્રોલમાં રહેશે, આવું કરીશ તો એ દિવસ-રાત મને જ યાદ કરશે- એવા કામો કરવાના પ્રયત્ન ક્યારેય ના કરવા.
જો અટેન્શન મેળવવા માટે પાર્ટનરને જાણી જોઈને ઇગ્નોર કરો છો તો એ ખોટી વાત છે. થોડો વખત આવા પ્રકારનું નાટક ચાલે છે, પણ પછી પાર્ટનરને તમારામાં રસ રહેશે નહિ અને ખોટી ગેરસમજો ઉભી થશે.
પાર્ટનરની ખુશીઓને માન આપવું :- પ્રેમ જેટલો મહત્વ છે એટલું જ એકબીજાનું સમ્માન કરવાનું છે. ક્યારેક પોતાની ખુશીને બદલે પાર્ટનરની ખુશીને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ, એમાં કશું ખોટું નથી. આનાથી સંબંધોની મજબુતાઈ વધે છે અને તેને એ વાતનો વિચાર આવશે કે તમને એની કેટલી ચિંતા છે.
જો તેમને એની કોઈ આદત કે ટેવ ગમતી ન હોય તો વારંવાર ટોકવાને બદલે એ વાતને એવોઈડ કરવી અથવા તો શાંતિથી સમજાવવું. જો તમે પર્ફેક્ટ ન હોય તો પાર્ટનર પર્ફેક્ટ હોય એવી અપેક્ષા શા માટે રાખવી? એની સારી ટેવોને યાદ રાખવી અને એની પ્રશંસા કરવી. આનાથી પ્રેમમાં વધારો થશે.
મર્યાદા નક્કી કરવી :- પાર્ટનર સાથે પ્રેમથી વાત કરવી કે એમની કઇ વાતો તમને પસંદ છે અને કઇ બાબતો તમને પસંદ આવતી નથી, પરંતુ આ વાત ઝઘડો થાય ત્યારે ના કહેવું જોઈએ, નહી તો વાત વધારે બગડી શકે.
આ કામ શાંતિથી પ્રેમાલાપ કરતા હોવ ત્યારે જ કરવી જોઈએ. બોલતી વખતે અવાજ ધીમો રાખવો કારણ કે ગુસ્સો આખી વાત ખરાબ કરી શકે છે. પાર્ટનર તમને સમજી શકશે તો ઘણી સમસ્યાઓ જાતે જ મટી જશે.
ભૂલ સ્વીકારવી અને માફ કરતા શીખવું :- ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઇ શકે છે. કોઈ એવું વ્યક્તિ નથી કે જેનાથી ભૂલ નથી થતી. તમારાથી ભૂલ થાય તો સ્વીકારી લેવી. કારણ વગરનો ઇગો સંબંધોને ખરાબ કરી શકે છે.
માફી માગવાથી કોઈ નાનું કે મોટું નથી થઇ જતું. એ જ રીતે પાર્ટનરની ભૂલોને વારંવાર યાદ કરાવવાથી સંબંધ કમજોર થઇ શકે છે. એટલા માટે જૂની વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ, એમાં જ બંનેની ભલાઈ છે તેમજ માફ કરતા શીખવું.