જાણો રાશિ અનુસાર ક્યાં ઉપાય કરવાથી આર્થિક સમસ્યા થાય છે દુર અને થશે ધનલાભની પ્રાપ્તિ..

રાશિફળ

દરેક લોકોની ઈચ્છા હોય છે કે એમની પાસે ખુબ જ પૈસા હોય અને આરામ વાળી જિંદગી જીવી શકે. દરેક કામ આપણી મહેનત ઉપર આધારિત છે અને મહેનત દ્વારા જે કંઈ મળે છે તે આપણુ નસીબ છે. પરંતુ આ નસીબ બધા માટે સારું હોય તે જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ રાશિ પ્રમાણે ઉપાય યોગ્ય રીતે કરે તો તેની આર્થિક સમસ્યા  અને અન્ય પ્રકારની ચિંતાઓ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કુંડળીના બીજા સ્થાનને ધન ભાવ કહેવામાં આવે છે. જ્યારે અગિયારમો ભાવ આવકને દર્શાવે છે. જો આ બંને સ્થાન મજબૂત હોય તો જાતકને ક્યારેય પૈસાની કમી હોતી નથી. અમે તમને જણાવી દઈએ ધન મેળવવા માટે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાથી ધનલાભ પ્રાપ્ત થાય છે. આ ઉપાયોથી તમે પોતાની કુંડળીનાગ્રહો દોષોની શાંતિ કરી શકો છો અને ખરાબ સમયને દૂર કરી શકો છો. તો ચાલો જાણી લઈએ રાશી મુજબ ઉપાય..

મેષ રાશિ: આ રાશિના લોકોએ સવારે સૂર્ય ભગવાનની પૂજા કરવી, ભગવાન લક્ષ્મીનારાયણને ગોળની ખીરનો ભોગ લગાવવો..

વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ સવારે ભગવાન શિવના દર્શન કરીને પૂજા અર્ચના કરવી, શુક્રવારના રોજ શિવલિંગ પર આખા ચોખા અર્પણ કરવા.

મિથુન રાશિ: આ રાશિના લોકોએ સવારે લક્ષ્મી અથવા દેવી દુર્ગાની પૂજા અર્ચના કરવી અને ગણપતિજીને લાલ ફૂલ ચડાવવા. કર્ક રાશિ: આ રાશિના લોકોએ સવારે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી અને કનૈયાને તુલસી પત્ર, મિસરી અને માખણ અર્પણ કરવા.

સિંહ રાશિ: સૂર્યની રાશિ સિંહ રાશિ છે આ રાશિના લોકોએ સવારે ભગવાન સૂર્ય નારાયણની પૂજા અને અભિષેક કરવો. હનુમાને લાલ ગુલાબ અર્પણ કરીને પર્સમાં રાખવું. કન્યા રાશિ: આ રાશિના લોકોએ સવારે ગણેશજીના દર્શન કરવા અને દેવી દુર્ગાને સફેદ ચોખા ચડાવવા.

તુલા રાશિ: તુલા રાશિના લોકોએ ભગવાન લક્ષ્મીનારાયણજીને કમળનું ફૂલ અર્પણ કરવું અને હનુમાન જીને પાંચ બુંદીના લાડુ ચડાવવા જોઈએ. વૃશ્ચિક રાશિ:આ રાશિના લોકોએ પીપળાના ઝાડને રોજ જળ ચઢાવવું અને પીપળાની સાત પરિક્રમા કરવી. વિષ્ણુ મંદિરમાં તુલસી રોપાવો. પ્રવાસ કરતા પહેલા શ્રી રામ સ્તુતિનો પાઠ કરવો.

ધન રાશિ: આ રાશિના લોકોએ દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરવી. સવારે હનુમાનજીના દર્શન કરો અને પીપળની નીચે મીઠાઈઓ રાખો અને કેસર તિલક લગાવો. મકર રાશિ:સવારે ગાયત્રી દેવીની પૂજા કરો. મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા તમારી સાથે સફેદ ફૂલો રાખો, ખીરનો પ્રસાદ ધરાવો.

કુંભ રાશિ: આ રાશિના લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું. કેળાના ઝાડ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા હનુમાનજીને મીઠું પાન અર્પણ કરો. મીન રાશિ: આ રાશિના લોકોએ દરરોજ પીપળાના ઝાડની પૂજા કરવી, જળ ચઢાવો અને સાત પરિક્રમા કરવી. ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરવું અને ત્યારબાદ કપાળ પર તિલક લગાવવું. દરરોજ પક્ષીઓને દાણા નાખવા.