ઘણી વાર દિવસ ભર કામ કર્યા પછી વ્યક્તિને આરામદાયક ગાદલા કરતાં જમીન પર સુવું વધારે આરામદાયકનો અનુભવ કરાવે છે. ઘણા લોકોને તો ગાદલા કે બેડ પર જ ઊંઘ આવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિને બેડ ઉપર સુવા કરતા જમીન ઉપર સુવામાં વધારે ફાયદો થાય છે શું તે તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તમને જમીન ઉપર સુવાથી શરીરને ક્યાં ક્યાં પ્રકારના ફાયદા થાય છે તે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ…
હાડકાની ગોઠવણીમાં સુધારો :- હાડકા ની ગોઠવણી માં સુધારો થાય છે. ,જો તમારા હાડકાંમાં વાગ્યું હોય તો તેને સારું કરવા માટે તમારે જમીન ઉપર સૂવું જોઈએ. આવી રીતે સુવાથી દુખાવામાં રાહત મળશે અને તમને વાગેલો ઘા પણ સારો થઈ જશે.
કમર દર્દ માં પણ રાહત :- આ ઉપરાંત કમરના દુખાવામાં પણ રાહત આપે છે. જે લોકોને કમરના દુખાવાની સમસ્યા હોય તે લોકોએ દરરોજ જમીન પર સૂવું જોઈએ. આમ કરવાથી કમરના દરેક અંગો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે અને કમર દર્દમાંથી રાહત મળે છે. તેમજ વ્યક્તિને ઓછો થાક લાગે છે.
પેટને લગતા રોગો :- જો તમને પેટની કોઈ સમસ્યા રહેતી હોય તો તેમાં પણ તમારે જમીન ઉપર સુવાથી ઘણો ફાયદો થાય છે. પેટને લગતા રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, ગેસ અપચો, જમીન પર સીધા સુવાથી વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે.
તેનાથી પાચન ક્રિયા વધારે મજબૂત થાય છે. તેથી જે વ્યક્તિને પેટને લગતા કોઈ પણ રોગો થતા નથી. તેને પેટ નો આકાર સારો બને છે. એવી વ્યક્તિને હંમેશા દરરોજ ત્રણ કલાક સુધી જમીન ઉપર સૂવું જોઈએ. જેથી વ્યક્તિને કોઈપણ પ્રકારની પેટની બીમારી થશે નહીં.
ખંભાની કે છાતી ને લગતી કોઈપણ સમસ્યા :- જો કોઈ વ્યક્તિને ખંભાની કે છાતી ને લગતી કોઈપણ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે. અને તે ખંભાનો અને છાતીનો આકાર સુંદર બનાવે છે. ખંભા અને છાતીને લગતા દરેક દુખાવામાં વ્યક્તિને જમીન ઉપર સૂવું જોઈએ.
માનસિક ટેન્શન :- વ્યક્તિને વધારે પડતા માનસિક ચિંતાનો સામનો કરવો પડતો હોય તો તેવા વ્યક્તિએ દરરોજ જમીન પર એક કલાક સૂવું જોઈએ. તેનાથી તેના મનનું સંતુલન જળવાઈ રહે છે. મનમાં સકારાત્મક વિચાર આવે છે. મનને ઠંડક મળે છે. તમારા મગજ સુધી પૂરતા પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થાય છે. તેથી મગજમાં પૂરતું લોહી પહોચે છે અને માનસિક ટેન્શન ઓછું થાય છે.
જે વ્યક્તિ ને ગુસ્સો ઓછો આવે છે અને ચીડીયાપણુ ઓછું થાય છે તે લોકોએ જમીન ઉપર સુવું જોઈએ. વ્યક્તિનું બ્લડ પ્રેશરનો લેવલ નિયંત્રિત થાય છે. તેથી જે લોકો અને માનસિક ટેન્શન તણાવની સમસ્યા હોય તે લોકોએ જમીન ઉપર સુવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.
જે વ્યક્તિને હાડકામાં વધારે પડતો દુખાવો હોય કે કોઈ પણ નસ દબાતી હોય કે કોઈ પણ નસ યોગ્ય રીતે કામ ન કરે તો તેવા વ્યક્તિએ દિવસમાં બે કલાક સુધી જમીન પર સૂવું જોઈએ. તેનાથી તેના યોગ્ય પ્રમાણમાં લોહી પ્રવેશ કરે છે અને તેનાથી દુખાવામાં રાહત થાય છે.
આ ઉપરાંત સાયનસ કે સ્નાયુને લગતા તમામ રોગોમાં પણ જમીન ઉપર સુવાનો આગ્રહ રાખવો જોઈએ. તેથી શરીરમાં યોગ્ય પ્રમાણમાં દરેક અવયવમાં લોહીનું પરિભ્રમણ થઈ શકે. તેનાથી વ્યક્તિને કોઈપણ જાતના દુખાવા કે ગંભીર રોગોમાંથી રાહત મળે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment