જલ્દીથી ગર્ભવતી થવા માટે રાખો આ બાબતોનું ધ્યાન… આસાનીથી થઇ જશે ગર્ભધારણ

સહિયર

લગ્ન કર્યા બાદ દરેક છોકરી ના મનમાં મા બનવાની તમન્ના જરૂરથી જાગતી હોય છે. ઘણી છોકરીઓ આસાનીથી ગર્ભ ધારણ કરી લેતી હોય છે, જ્યારે કેટલીક મહિલાઓ ને મા બનવા માં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે મા બનવાનું સપનું જોઈ રહ્યા હો અને ગર્ભધારણ કરવા માંગતા હોવ તો નીચે જણાવેલી બાબતોનું ધ્યાન રાખો. આ બાબતોનું પાલન કરવાથી તમે આસાનીથી ગર્ભવતી થઈ જશો.

ગર્ભવતી થવા માટે રાખો આ બાબતોનું ધ્યાન :- નિયમિત પિરિયડ આવવા :- જે મહિલાઓને સારી રીતે અને રેગ્યુલર પિરિયડ આવે છે, માત્ર તેવી મહિલાઓ ગર્ભધારણ કરી શકે છે. એટલા માટે તમે આ વાતનું ધ્યાન જરૂરથી રાખો કે તમારે સારી રીતે અને નિયમીત રીતે પીરીયસ આવતા હોય.

જો તમને દરેક મહિને ચોક્કસ સમયે પિરિયડ આવે છે તો એનો મતલબ એ છે કે તમે મા બની શકો છો. તેમજ જેને પિરિયડ ડેટ  માં ઘણો બદલાવ થતો હોય છે અને સમય પર પિરિયડ નથી આવતા તે મહિલાઓએ પોતાની તપાસ ડોક્ટર પાસે કરાવવી જોઈએ, કારણ કે તે અનિયમિત હોય છે.

પિરિયડ ના અનિયમિત હોવાના ઘણા કારણો હોય છે, જેવા કે વધારે તણાવ લેવો, સારી રીતે જમવું નહીં, ખોટી દવાનું સેવન કરવું, વગેરે. આની સિવાય ઘણી મહિલાઓ ને pcod અને પીસીઓએસ ની સમસ્યા પણ હોય છે , જેના કારણે તેમને બરાબર સમય પર પીરિયડ્સ નથી આવતા હોતા.

જો શરૂઆતના દિવસોમાં જ pcod અને પીસીઓએસ ની સમસ્યા ની જાણ થઈ જાય છે, તો આ આસાનીથી સરળ કરી શકાય છે. એટલા માટે જ્યારે પણ તમને અનિયમિત પીરીયડ આવે તો તમે આ બાબતને નજરઅંદાજ ન કરો અને ડોક્ટર ની તપાસ કરાવો.

ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ :- જો તમે મા બનવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. માત્ર હેલ્ધી ખોરાક જ ખાવો જોઈએ. તમારી ડાયટમાં લીલી શાકભાજી, ભાત, દાળ, ફળો વગેરે નો સમાવેશ કરવો જોઈએ. દારૂનું સેવન ન કરવું જોઇએ અને ધુમ્રપાન કરવાથી પણ બચવું જોઈએ. સામાન્ય રીતે દારૂ અને ધુમ્રપાન કરવાથી ગર્ભધારણ કરવામાં મુસીબત આવતી હોય છે.

ચા અને કોફી નું ન કરવું જોઈએ સેવન :- ચા અને કોફીના સેવનથી ગર્ભ પર અસર થાય છે. આ માટે જ્યારે તમે મા બનવાનું વિચારો ત્યારે આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, અને એનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એક વાર કરાવો તમારી તપાસ :- ગભધારણ કરતા પહેલા તમારી અને તમારા પતિની ડોક્ટર પાસે તપાસ  જરૂરથી કરાવો. ડોક્ટર પાસે તપાસ કરાવતા સમયે તમને ખબર પડી જશે કે તમે ગર્ભધારણ કરવા માટે પૂરા સ્વસ્થ છો કે નહીં.

એક્સરસાઇઝ કરવાથી બચવું  :- જો તમે માં બનવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો એક્સરસાઇઝ કરવાથી બચો. અલબત ઘણીવાર મહિલા ગર્ભધારણ કરી લેતી હોય છે અને તેને આની મોડેથી ખબર પડતી હોય છે, એવામાં કસરત અથવા તો વધારે વજન વાળા કામ નુકસાન ભર્યા હોઈ શકે છે. મહિલાઓએ તે માટે તમે જ્યારે ગર્ભ ધારણ કરવાનું  વિચારો ત્યારે એક્સરસાઇઝ ઓછી  કરવી જોઈએ.

વજન નું ધ્યાન રાખો :- જે મહિલાઓનો વજન વધારે હોય છે, તેઓને મા બનવામાં તકલીફ થતી હોય છે, વધારે વજનના કારણે મહિલાઓ ગર્ભધારણ કરી શકતી હોતી નથી. તેના કારણે તમારે વજન હંમેશા કંટ્રોલ કરવો જોઈએ અને વજન વધવા ના દેવો જોઈએ. જો કોઈ કારણસર તમારું વજન વધી જાય તો તેને ઓછો કરી લેવો જોઈએ.