ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય છે, જેનાથી જીવનમાં ખુબ જ તબાહી મચી જાય છે. ઘણી સમસ્યા ઉભી થાય છે. કેટલીક વાર આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો તે સાથ આપે છે, પરંતુ તે ત્યારે અમુક સંકેત પણ આપે છે.
કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો નથી. ક્યારેક વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય છે, તો ક્યારેક તેનો ખરાબ સમય પણ ચાલે છે, સારા અને ખરાબ સમયનું આવવા-જવાનું વ્યક્તિના જીવનમાં ચાલુ જ રહે છે.
આપણને ઘણી વાર એવું લાગે છે કે ઈશ્વર આપણો સાથ આપતા નથી. પરંતુ ઈશ્વર હંમેશા દરેક સ્થળે વસેલો હોય છે, એ વાત આપણે બધા જાણીએ જ છીએ. માત્ર આપણને એક સમયે તેના અસ્તિત્વ પાર માત્ર શંકા થઇ શકે છે, પરંતુ જયારે એ સમય માંથી આપણે બહાર નીકળી જઈએ, ત્યારે આપણને ઈશ્વર હોવાનો સંકેત કે ચમત્કાર જરૂર મળે છે.
જો તમારા ઇષ્ટ દેવ કે તમારા પ્રિય ભગવાન આપણો સાથ આપે ત્યારે કેટલાક એવા સંકેત આપે છે, જેની મદદ થી આપને એ વાત સમજી શકીએ છીએ કે ભગવાન તમારો સાથ આપે છે કે નહિ. જયારે ભગવાન આપણો સાથ આપે છે ત્યારે કેટલાક સંકેત જરૂર આપે છે. તો ચાલો જોઈએ ભગવાન દ્વારા મળતા એવા ૩ સંકેતો વિશે..
રાત્રે ઘણી વાર આપણે કોઈ સપનું જોઈએ છીએ અને તે સાચું બની જતું હોય છે. તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત છે, કે તે તમારી સાથે છે અને તેથી તમારે ડરવાની કોઈ આવશ્યકતા નથી.
આવા સપના આવવાથી અને તે સપના સાકાર થવાથી ભગવાન ઈશારો આપે છે કે હવે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ભગવાન તમારા દરેક કાર્યો સફળ બનાવશે.
જો તમને સપનામાં કોઈ મંદિર કે ભગવાન દેખાય તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત હોય છે કે ભગવાન તેની સાથે છે. તેથી સપનું આવ્યા પછી એકવાર સપનામાં આવેલ ભગવાનની પૂજા જરૂર કરવી જોઈએ. અને આવું કરવાથી ઘણું શુભ કાર્ય થશે અને સારા કામની શરૂઆત થશે અને તમારા સારા દીવસો ચાલુ થઇ જશે.
જો તમે કોઈ કાર્ય વિશે વિચારી અને તે કામ ચાલુ કરતા જ તેમાં સફળતા પણ મળી જાય તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત છે, કે તમારા પ્રિય ઇષ્ટદેવ તમારી સાથે છે. અને ખુબજ જલ્દી તમારા દરેક કષ્ટો દુર કરી દેશે અને ત્યાર પછી તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી.