ઈલાયચીનું સેવન કરવાથી મળે છે સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ… જાણો એના ફાયદા

સ્વાસ્થ્ય

ભારતીય મસાલામાં ઘણા પ્રકારનાં મસાલાનો ઉપયોગ થાય છે. દરેક ઘરમાં ઈલાયચી મસાલામાં સ્વાદ વધારવા માટે રાખવામાં આવે છે. ઇલાયચી એટલે ખુશ્બૂનો ખજાનો. ઈલાયચી ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે તેમજ તેના સેવનથી અનેક રોગોથી પણ રાહત આપે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સ્વાદિષ્ટ મસાલા સ્વરૂપે જ કરે છે.

લીલી ઈલાયચી, કાળી ઈલાયચી, સફેદ ઈલાયચી અને મેડાગાસ્કર ઈલાયચી એમ કુલ ચાર પ્રકારની ઈલાયચી આપણાને માર્કેટમાં મળી રહે છે. જોકે ઈલાયચી મોટા ભાગે ભારત અને મલેશિયાના લોકો ઈલાયચીનું સેવન કરતા હોય છે. ઈલાયચીના સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે અજાણ રહે છે. જાણો, ઇલાયચીથી થતાં ફાયદાઓ વિશે…

મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે :- નાની ઇલાયચી સ્વાદ વધારવાની સાથે જ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. તેને ખાવાથી મોંઢામાંથી આવતી દૂર્ગંધની સમસ્યાથી રાહત મળે છે. જો તમારા મોંઢામાંથી સખત દુર્ગંધ આવે છે અને લોકો પોતાની વાત કરવામાં સંકોચ કરે છે તો તમે એક ઇલાયચી પોતાના મોંઢામાં રાખી શકો છો.

પાચનતંત્ર થાય છે મજબુત :- ઈલાયચીનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત થતું હોય છે. અને તમારા પેટ માટે ઘણુંજ ફાયદાકાર સાબિત થતું હોય છે. સાથેજ તમને કબજીયાત જેવી સમસ્યાઓથી પણ છૂંટકારો મળી રહે છે. અને અન્ય પેંટ સબંધી રોગોથી પણ રાહત મળી રહે છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે કોઈ પણ બીમારીને દૂર કરવા માટે ઈલાયચી એક માત્ર રામબાણ ઈલાજ છે.

ઉલ્ટીની સમસ્યામાં રાહત :- શું તમને પણ થોડીક મુસાફરી કરતાં ઉલ્ટી થવાની સમસ્યા રહે છે? જો હા તો મુસાફરી શરૂ કરતાં પહેલા ઇલાયચીનું સેવન તમને આ સમસ્યાથી રાહત અપાવશે. જો તમને લાગી રહ્યુ છે કે મુસાફરી દરમિયાન સતત ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે તો તમે આખી મુસાફરી દરમિયાન નાની ઇલાયચી મોંઢામાં મુકી રાખો.

વાળ માટે પણ ફાયદાકારક :- ઈલાયચીના પાણીથી જો તમે માથું ધોવાનું રાખશો. તો તમને સીલ્કી અને સ્મૂથ હેર મળી રહેશે.અને ખરતાવાળોની સમસ્યાથી પણ તમને રાહત મળશે. સાથેજ તમારા વાળમાં ક્યારે જુહોની સમસ્યા પણ નહી સર્જાય કારણકે ઈલાયચીમાં એંટીબેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે તમારા વાળોને હંમેશા સીલ્કી રાખશે

તણાવ મુક્ત રાખે છે:- જો તમે મોટાભાગે તણાવમાં રહો છો તો ઇલાયચીનું સેવન તમારા માટે ગુણકારી સાબિત થશે. ઘણીવાર થાય છે કે તમે એકલા છો અને વધારે તણાવથી પસાર થઇ રહ્યા છો તો એવામાં બે ઇલાયચી મોંઢામાં નાંખીને ચબાઓ. ઇલાયચી ચાવવાથી હૉર્મોનમાં તરત ફેરફાર થાય છે અને તમે તણાવથી મુક્ત થઇ જાઓ છો.