હું સં@ભોગ દરમિયાન ગર્ભ ન રહે એ માટે પત્નીને યોનિમાર્ગમાં મુકવાની ગોળી આપું છું, શું આનાથી અમારી સે@ક્સ લાઈફ…

સહિયર

સવાલ :- ચાર મહિના પહેલાં જ મારી પત્નીની ડિલીવરી થઈ હતી. બાળકનું સ્તનપાન ચાલુ છે. અમારે ચાર-પાંચ વર્ષ સુધી બીજું બાળક કરવું નથી. અને હું સં@ભોગ કરતી વખતે ગર્ભ ન રહે એ માટે હું મારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની ગોળી આપું છું. પરંતુ શું આનાથી અમારી સેક્સ લાઈફ પર કોઈ અસર થસે? અથવા પત્નીને કે સ્તનપાન કરતા બાળકને તો કોઈ નુકસાન કે સાઈડ ઈફેક્ટ થવાની શક્યતા ખરી? મને આના વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી..

જવાબ :- તમે સં@ભોગનો આનંદ માણવા માટે ગર્ભ ન રહે એ માટે પત્નીને સં@ભોગ કરતા પહેલાં જ યોનિમાર્ગમાં મૂકવા માટે ગોળી આપો છો, એનાથી તમારી પત્નીને કે સ્તનપાન કરતા બાળકને કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી. છતાં વધારે સાવચેતી રાખવા માટે તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળીને બધું તપાસ કરાવી શકો છો. જો તમારે એમ ન કરવું હોય તો તમે ગોળીને બદલે નિરોધના સાધનનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી.

સવાલ :- મારા પતિ મારાથી દુર કોલકાતામાં રહે છે, જ્યાં એને એક પરિણીત મહિલા સાથે ગેરકાયદેસરના સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની ઘણી મદદ પણ કરે છે. એકવાર મારા પતિ એની સાથે ૧૫ થી ૨૦ દિવસ સુધી મને કોલકાતા લઈ ગયા હતા અને ત્યારે મને મારા પતિના સબંધ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથે થોડી લડાઈ પણ થઈ.

મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી તે નીકળી ગયા. હવે તેઓ એક વર્ષ કે છ મહિનામાં ફક્ત ૨ થી ૪ દિવસ માટે જ આવે છે અને જાય છે. જ્યારે હું મારા પતિને આ વિશે વાત કરું છું તો તે એવું કહે છે કે જો તું ત્યાં આવીને કંઈક કહીશ તો હું તને ઝેર આપીને તને મારી નાખીશ તો હું શું કરું?.

હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકતી નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતી નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને મને હલ કરવા માટે ઉપાય જણાવો.

જવાબ :- અત્યારે તો તમારી મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારો હક કેવી રીતે મેળવી શકો. તમારે હિંમત રાખવી જોઈએ, તમારો અધિકાર જાણીને પતિને સ્પષ્ટ રીતે જણાવી દેવું કે તે સાચા માર્ગ પર આવી જાય, નહીં તો તમારે કાયદાની મદદ લેવી પડશે.

જો તમે ખરેખર તમારા અધિકાર મેળવવા માંગતા હોય, તો તમારે તે માટે લડવું જોઈએ. મહિલા આયોગ પર જઈને તમારી ફરિયાદ લખાવો અને તેની એક નકલ નજીકના પોલીસ સ્ટેશને પણ આપવી. જેનાથી તમારા પતિ સાચા માર્ગ પર આવી જશે અને એના પરિવાર સાથે રહેવા લાગશે.