આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે. લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. જેના કારણે લગ્ન પછી સમસ્યા ઉભી થતી હોય છે.. લગ્ન પછી પણ આવા સબંધો ઘણા લોકો બનાવી રાખે છે.
પરંતુ જેના કારણે ઘણી વાર સમસ્યામાં પણ મુકાઈ જાય છે અને બંને ની જિંદગી પણ ખરાબ થઇ જાય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ. એવાજ સવાલો ના જવાબ વિશે..
સવાલ :– હું ૨૩ વર્ષની યુવતી છું. હું મારા કઝીન સાથે પ્રેમ સબંધમાં છું. અમે બંને લગ્ન કરવા પણ માગીએ છીએ. પણ અમારા પરિવારને આ અમારા બંનેના પ્રેમ વિશે ખબર નથી. તેઓ આ લગ્ન માટે મંજુરી નહિ આપે, તે સ્પષ્ટ છે, પરંતુ હું પરિવારની રજા લઈને જ લગ્ન કરવા માંગું છું. હું શું કરું?
જવાબ :– હિન્દુ લગ્ન કાયદા મુજબ, આ લગ્નને કાયદેસર રીતે માનવામાં આવતા નથી, એટલા માટે જો તમે અત્યારે જ તમારા પ્રેમ પર પૂર્ણવિરામ લગાવી દો તો તે તમારા બંને માટે વધારે સારું રહેશે.
સવાલ :– હું ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરું છું. મને જીવનથી કંટાળો આવી ગયો છે અને એમ થાય છે કે મારે ઘર છોડવું છે. કોઈ આશ્રમ અથવા તો અનાથાશ્રમમાં જતું રહેવું છે. મને એનુંનું સરનામું આપો, જ્યાં હું શાંતિથી રહી શકું.
જવાબ :- તમારી ઉંમર હજી ઘણી નાની છે. તમને ઘરે શું સમસ્યા છે એ તમે જણાવ્યું નથી, પરંતુ કોઈ સમસ્યાઓના ડરથી ઘર છોડવું સમજદારી નથી. ઘરેથી બહાર નીકળી જવું તે કોઈ સમસ્યાઓનો અંત લાવશે નહીં, પરંતુ તેનાથી તમારી સમસ્યા વધારે વધશે. તેથી આવા બેદરકાર પગલા ન લેવા, એમાં જ તમારી ભલાઈ છે. .
સવાલ :- મારી ઉંમર ૨૦ વર્ષની છે. હું મારા એક કઝીનને પ્રેમ કરું છું અને અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ અમારા માટે લગ્ન કરવા એ અશક્ય હતા. હાલમાં તો અમારા બંનેના લગ્ન થઇ ચુક્યા છે, પરંતુ એકબીજાના જીવનસાથીથી અસંતુષ્ટ છીએ.. છતાંય અમે બંને લગ્ન કરી લીધાં. અમે બંને આજે પણ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. હું આ બધું ભૂલવા માટે શું કરી શકું?
જવાબ :– હવે તમારા બંનેના લગ્ન થઇ ચુક્યા છે, જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરો. તમારા પરિવાર અને તમારા જીવનસાથી બંનેથી સંતુષ્ટ થવાનો પ્રયત્ન કરો. તમે એની નજીક જવાનો પ્રયત્ન કરશો એટલે તમને કોઈની યાદ આવશે નહિ, જેમ જેમ તમે તારા જીવનસાથી સાથે પ્રેમથી અને એની સાથે ખુલીને વાત કરશો તો જ તમને જીવન જીવવાની મજા આવશે.