સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે એ ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટ નું કામ કરું છું, મારી નોકરી નો મારી લવ લાઈફ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હું વધારે સમય સુધી બેઠી જ રહો છો એટલે કે લગભગ ફ્રી રહું છું. મારો બોયફ્રેન્ડ બેંકમાં નોકરી કરે છે અને તે ખૂબ જ બીઝી રહે છે. તે મને મળવા માટે હંમેશા ના પાડી દે છે.
મેં અઠવાડિયા સુધી અને મળવા માટે ન બોલાવ્યો અને ન તો એની પાસે ટાઈમ માંગ્યો. હમણાં થોડા દિવસ પહેલાં જ મેં એને કહી દીધું કે મારે બ્રેક-અપ કરવું છે, તો તે એના માટે ના કહી રહ્યો છે. આખો દિવસ મને મેસેજ કરીને પરેશાન કરી રહ્યો છે. શું કરું મને કંઈ ખબર પડી રહી નથી મને યોગ્ય ઉકેલ જણાવશો.
જવાબ. જો તમે હકીકતમાં રિલેશનશિપમાં રહેવા ન માંગતા હોય અને મુવ ઓન કરી રહ્યા હોય તો એવામાં આ સંબંધ વિશે વિચારવાથી કંઈ થવાનું નથી, જ્યારે એને તમને સમય આપવાનો હતો ઈમ્પોર્ટન્સ ફિલ કરાવવાનું હતું, ત્યારે તો એણે કરાવ્યું નહીં અને હવે લગભગ તે પસ્તાઈ રહ્યો છે. તમે એક બે વાર સરખી રીતે વિચારો.
તમારું મન મજબૂત કરો અને તેને સાફ કહી દો કે હવે આ રિલેશનશિપ મા કંઈ બચ્યું નથી. તમને બંનેને એક બે દિવસ દૂર થશે, પરંતુ રોજબરોજનું લડાઈ ઝઘડા કે રડવાનું તો ઓછું થશે. હા જો તમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો અને તમારા બોયફ્રેન્ડ એની આદત થોડી બદલમાં માટે તૈયાર છે, તો તમે એને બીજી તક આપવા માટે વિચારી શકો છો.
સવાલ. હું વીસ વર્ષનો અવિવાહિત યુવક છું. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મને એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે જો કે હું હિંદુ છું, એટલા માટે એને મારી ફિલિંગ્સ શેર કરવાથી ડરું છું. તે નથી જાણતી કે હું હિંદુ છું, પરંતુ હું જ્યારે પણ એની તરફ જોઉં છું, તો એને પણ મારી તરફ જોતા જોઉં છું, એટલે કે તે પણ મારી સામે જોતી હોય છે. હું જ્યારે પણ તેને ન જુઓ તો આખો દિવસ મારે સારો જતો નથી. હું વિચારું છું કે એને મારી ફિલિંગ્સ શેર કરું, પરંતુ ડર લાગે છે કે ક્યાંક તે બૂમો નાખીને મારી બેઇજ્જતી કરી દેશે તો..
જવાબ. તમે જે પણ વિચારી રહ્યા છો તે ફક્ત તમારા મનમાં વિચારી રહ્યા છો કે તે છોકરી તમારા હિન્દુ ધર્મની વાત જાણીને તમને રિજેક્ટ કરી દેશે અથવા તો તે પણ તમને પસંદ કરે છે. તમારી સમસ્યાનો ઉકેલ ફક્ત એની સાથે ખુલીને વાત કરવામાં છે.
તમે એની સાથે વાત કરો અને જાણો કે તે તમારા વિશે શું વિચારે છે, પછી આગળ વધો શું ખબર એના માટે કે એના પરિવાર માટે હિંદુ-મુસ્લિમ વાળી વાત કોઇ મહત્વ જ ન રાખતી હોય અથવા પછી એના મનમાં તમારા માટે કોઈ ફિલીંગ પણ ન હોઈ શકે, જેવું તમે વિચારી રહ્યા છો. એટલા માટે દરેક વાતનો ખુલાસો ફક્ત એની સાથે વાત કરવાથી થશે દરિયા વગર એને તમારા મનની વાત કહો અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો.