હું હમણાં થોડા વર્ષ માતા બનવા માંગતી નથી. મારે ૩૫ વર્ષ પછી માતા બનવાની ઇચ્છા છે, તો શું..

સહિયર

તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય  તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. તો આજે આ સવાલ ના જવાબ મેળવીને તમને ઘણા ઉકેલો મળી જશે.

સવાલ : હું ૨૭ વર્ષની પરિણીત યુવતી છું. મારા જીવનમાં ઘણા સપના જોયેલા છે, મારા સપના પુરા કરવા માટે હું હમણાં થોડા વર્ષ માતા બનવા માંગતી નથી. મારે ૩૫ વર્ષ પછી માતા બનવાની ઇચ્છા છે, તો શું એ ઉંમર પર મને માતા બનવામાં કોઈ સમસ્યા આવી શકે?

મને ઘણા લોકોએ કહ્યું છે કે આ ઉંમરે માતા બનવું અશક્ય. શુ આ સાચુ છે? મારે મારા કરિયરની ચિંતા થાય છે. જો હું અત્યારે માતા બની જાવ તો મારું કરિયર ખતમ થઇ જાય. મને યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ :- કોઈ પણ વ્યક્તિની ઉંમર જેમ વધતી જાય તેની સાથે ઇંડાઓની સંખ્યા અને ગુણવત્તામાં પણ ઘટાડો થતો જાય છે, જેના કારણે આ ઉંમરે માતા બનવાની કલ્પના કરવી પણ થોડી મુશ્કેલ થઇ શકે છે. પણ જો તમે નક્કી કર્યું છે કે તમે ૩૫ વર્ષની ઉંમર પછી જ માં બનવા ઈચ્છતા હોય તો એમાં કોઈ સમસ્યા નહિ આવે.

આજકાલ ટેકનીકની પ્રગતિને કારણે, એવી ઘણી ટેકનીકો પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા આ ઉંમરે માં બની શકાય છે. આ માટે, તમે આઈવીએફની મદદ પણ લઈ શકો છો. હજી પણ તમારા ઇંડાની ગુણવત્તા સારી હશે.

જો તમે લાંબા સમય પછી માતા બનવાની ઈચ્છા રાખતા હોય તો તમે તમારા સ્વસ્થ ઇંડા અત્યારે સ્થિર કરી શકો છો. જે ઈંડા ભવિષ્યમાં માતા બનવા માટે તમારા માટે ઘણા મદદરૂપ થશે અને આઈવીએફની સારવાર પણ સરળતાથી થઈ શકે છે.

ફ્રીઝ કરેલા ઇંડા તમારા પતિના વીર્ય સાથે મિક્સ થઇ જશે અને તૈયાર થશે, પછી તે તમારા પેટમાં દાખલ કરવામાં આવે છે. થોડા દિવસોમાં તમને સારા સમાચાર પણ મળી શકશે.

સવાલ :- મારી ઉંમર ૩૦ વર્ષ છે. થોડા દિવસ પહેલા જ મને ખબર પડી કે મને પણ ડાયાબિટીસ છે, , શું એની અસર રાત્રે સમા-ગમ દરમિયાન પડી શકે? મને બીજી કોઈ બીમારી નથી પરંતુ મને સમા-ગમ વખતે કોઈ સમસ્યાઓ તો નહિ થાય ને? અને હું કોઈ બીજી મહિલા સાથે સમાગમ કરું તો કોઈ વધારે બીમારી થઇ શકે?

જવાબ :- ઘણા રોગ એવા હોય છે કે જેની અસર આખા શરીરમાં થાય છે, ત્યારે ડાયાબિટીસ પણ એવો જ એક રોગ કહેવાય છે, પણ આ માટે તમે તમારા ઇનસુલીન કે ગોળીઓ લઈને પણ સારવારમાં યોગ્ય ધ્યાન આપીને તમારી સમાગમ ની મજા માણી શકો છો.

તમારી પત્ની સિવાય બીજા અન્ય કોઈ સાથે સબંધ બનાવવાથી તમને HIV જેવો રોગ પણ થઇ શકે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારી પત્ની સિવાય કોઈ સાથે સંભોગની મજા ન માણવી.