આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારો પુત્ર ત્રણ વર્ષ માટે વિદેશ જવાનો છે. તેનાં લગ્ન કરવાની મારી ઈચ્છા છે, તેના માટે ઘણા સારાં ઘરોની છોકરીના માંગા પણ આવી રહ્યાં છે. લગ્ન થયા પછી તેની પત્ની તો અમારી સાથે રહેશે, જેથી તે કોઈ પરદેશી છોકરી સાથે લગ્ન પણ નહીં કરે.
કારણ કે અમારા સંબંધીના જેટલા પણ છોકરા વિદેશ સેટલ થઇ ગયા છે. તેઓએ ત્યાં લગ્ન કરીને ઘર વસાવી લીધા છે, પરંતુ અમે અમારો દીકરો ગુમાવવા માગંતા નથી. મારો દીકરો લગ્ન માટે હજુ માનતો નથી. હું શું કરું?
જવાબ :- તમારો દીકરો હજુ લગ્ન કરવા નથી ઇચ્છતો તો તમે જબરદસ્તી એની સાથે નથી કરી શકતા. તે તે વિદેશમાં જઈને લગ્ન ના કરી લે એટલા માટે તમે તેનાં લગ્ન કરવા માંગતા હોય તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. આવું વિચારવું યોગ્ય નથી.
લગ્ન પછી છોકરી અહીં એના પતિની જુદાઈ સહન કરતી હોય અને જો તમારા છોકરાને ત્યાં કોઈ જોડે મન મળી ગયું તો તે છોકરી શું કરશે? એટલા માટે તમારા દીકરાના લગ્ન ત્યારે કરો, જ્યારે તમારો દીકરો માનસિક રીતે લગ્ન કરવા માટે ખુશ હોય.
સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષ છે, મારા લગ્ન થયા નથી. હું સારા વ્યાવસાયિક પરિવાર માંથી આવું છું. હું આત્મનિર્ભર વ્યક્તિ છું. થોડા મહિનાથી હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામોથી પરેશાન થઇ રહ્યો છું. હું મારા પાડોશમાં રહેતી મારાથી ૧૦ વર્ષ નાની છોકરીને પ્રેમ કરવા લાગ્યો હતો.
તેના મારા તરફના ઇશારાથી મને હિંમત થઇ અને મેં તેને સબંધ વિશેનો સંદેશ મોકલી આપ્યો, જેનો તેણે ખુબ જ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો. જો તેને મારી સાથે મિત્રતા નહોતી કરવી તો મને આકર્ષિત કરવા માટે પ્રયત્નો શા માટે કરતી રહી? તેના અસ્વીકાર કરવાથી હું તૂટી ગયો છં. મને કોઈ પણ કામમાં મન લાગતું નથી. શું કરું? તેને કેવી રીતે ભૂલું? મને યોગ્ય ઉકેલ જણાવશો..
જવાબ :- તમે પ્રેમ કર્યો એ તમારા તરફથી જ હતો, બની શકે કે તે છોકરીને તમે સમજવામાં ભૂલ કરી હોય. તમારે તેના તરફના ઈશારા કે આકર્ષણથી દિલ ન લગાવવું જોઈએ.
તમારે તેને ભૂલવાનો પ્રયત્ન કરવો પડશે, તો વધારે સારું રહેશે. હા, તેમાં થોડો સમય લાગશે. તમારી લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર છે.. સારી છોકરી સાથે લગ્ન કરીને ઘરસંસારમાં ડૂબી જશો એટલે તમને તેની યાદ નહિ આવે.