હું એક છોકરા સાથે રિલેશનમાં છું. તે મને કોન્ડમ વગર સં@ભોગ કરવાં માટે દબાણ કરે છે, પરંતુ હું ડરું છું, શું કરું?

સહિયર

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષની છે. હું છોકરા સાથે રિલેશનમાં છું. છેલ્લા ૬ મહિનાથી અમે રિલેશનશિપમાં છીએ અને અત્યારે અમારા બંને વચ્ચે ગંભીર બાબત થઇ ગઈ છે. તે મારી સાથે કોન્ડમ વગર સં@ભોગ કરવાં માટે દબાણ કરે છે. મને ખબર છે કે સુરક્ષિત સં@ભોગ કરવા માટે કોન્ડમ જરૂરી છે.

તેણે બે અઠવાડિયા પહેલાં જ તપાસ કરાવી છે અને કહ્યું છે કે, તેને કોઇ પણ પ્રકારનું એસટીડી થતું નથી. શું મારે તેનો આગ્રહ માન્ય કરવો જોઇએ? મને ડર લાગે છે કે જો કોન્ડોમ વગર સંભોગ કરીશું તો કદાચ હું ગર્ભવતી થઇ જઈશ તો? મને આનો યોગ્ય સલાહ આપવા વિનંતી..

જવાબ : તમે સુરક્ષિત યોન સંબંધ માટે ચિંતા કરો છો તે સારી બાબત છે. તમે એક સંવેદનશીલ વ્યક્તિ છો. કોન્ડોમનો પ્રયોગ ન કરવાની વાતને હું સમજી શકુ છું. પરંતુ કોન્ડોમ તમને સુરક્ષિત સબંધ અને યૌન બીમારીથી પણ બચાવે છે. એક સુરક્ષિત યૌન સંબંધ પણ એટલું જ જરૂરી છે જેટલું તમારું સ્વાસ્થ્ય માટે.

ફક્ત નકારાત્મક તપાસનો અર્થ આ વાતની કોઇ ગેરન્ટી આપતું નથી કે તેને કોઇ યોન સંક્રમણ નથી. કોન્ડોમ યૌન સંક્રમણની સાથે સાથે અનિચ્છનીય ગર્ભથી પણ બચાવે છે. કોન્ડોમ વગર સં@ભોગ કરવાથી ગર્ભ રહી જવાની સંભાવના ઘણી વધારે છે. જો તમે હાલમાં બાળક ઇચ્છતા ન હોય તો તમે તેનાંથી બચવા માટે ગર્ભનિરોધક જેવાં સાધનની મદદ લઇ શકો છો. જો તમારા પાર્ટનરને પસંદ હોય તો સારા ડોક્ટર્સની સલાહ જ કરવું જોઈએ.

સવાલ :- મારી ઉંમર ૫૫ વર્ષની છે. છેલ્લા ઘણા મહિનાઓથી મારી જા-તીય ઇચ્છામાં ઘટાડો થઇ ગયો છે. તેમજ મને શિશ્નોત્થાન પણ હવે થતું નથી. હું દિવસમાં દસથી વધારે સિગારેટ નું સેવન કરું છું અને મને અનિંદ્રાની પણ સમસ્યા છે.

મદ્યપાનની પણ મને આદત છે. મારી પત્ની ઘણી ઇમોશનલ સમસ્યાથી પીડાય રહી છે. શું મારી આ સમસ્યા વધતી ઉંમર ના કારણે અથવા તો નસબંધીના ઓપરેશનને કારણે તો નહી હોઇ શકે ને?. યોગ્ય માર્ગદર્શન જણાવશો…

જવાબ :- તમારી વાત માં તમે આપેલા બધા કારણો (નસબંધી સિવાય) તમારી અમુક સમસ્યા પાછળ ઘણો ભાગ ભજવી શકે છે. અમારી તમને સલાહ છે કે તમારે તમારી જીવન શૈલી સુધારવી પડશે. ધુમ્રપાન અને મદ્યપાન નું સેવન બને એટલું ઓછું કરો.

તમારી ચિંતા અને અનિદ્રા સાથે તમારા કામકાજ અને વ્યવસાયનો સંબંધ હોઇ શકે છે. શું તમે ઑફિસની ચિંતા ઘરે લઇને આવો છો? શું તમે કોઇ રોગની દવા લો છો? તમારી પત્નીને મેનોપોઝની સમસ્યા હોઇ એવું લાગે છે. આ માટે તમારે બંનેએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.