બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનું નામ અત્યારના સમયમાં 16 વર્ષની નાની સિંગર સબા આઝાદ સાથે જોડાઈ રહ્યું છે. બંને મુંબઈમાં ડિનર ડેટ કરતા જોવા મળ્યા હતા. એ સમયે હૃતિકે એનો હાથ પકડેલો હતો. એના વીડિયો અને તસવીરો વાયરલ થયા છે. એટલું જ નહીં પરંતુ ગયા મહિને બંનેએ ગોવામાં વેકેશન પણ સાથે મનાવ્યું હતું. જો કે, આના પહેલા પણ હૃતિકનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચુક્યુ છે.
બારબરા મોરી –‘ કાઇટ્સ ‘ ફિલ્મના શૂટિંગ સમયે હૃતિકનું નામ હોલિવૂડ એક્ટ્રેસ બારબરા મોરી સાથે જોડાયું હતું. બંને શૂટિંગ સમયે એકબીજાની નજીક આવ્યા હતા. બંનેના સંબંધને કારણે એક્ટરના લગ્નજીવન પર પણ અસર પડી હતી. બંને વચ્ચે ના અફેરના કારણે ટ્રેક્ટર ની પત્ની સુઝાન ખાન હોટલમાં રહેવા જતી રહી હતી. એ વાત પણ એ સમયે ચર્ચામાં રહી હતી.
એન્જેલા ક્રિલિંજ્કી – હૃતિકનું નામ એક સમયે સ્પેનિસ અભિનેત્રી એન્જેલા સાથે પણ જોડાયું હતું. એન્જેલા એ કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ જોતા આ વાતની ચર્ચા થવા લાગી હતી. એ પોસ્ટમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘ હૃતિકને મારો મિત્ર માનું છું. ‘ જેના જવાબમાં હૃતિકે જણાવ્યું કહ્યું હતું કે, ‘ પ્રિય મહિલા તમે કોણ છો અને તમે ખોટું કેમ બોલો છો ? ‘ બંને બે જાહેરાતમાં સાથે કામ કર્યું હતું.
કંગના રનોત-ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ જ્યારે બંનેના સંબંધો ખુલાસો થયો ત્યારે કંગના એક ઈન્ટરવ્યૂમાં સિલ્લી એક્સ કહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, બ્રેકઅપ થયા બાદ હ્રતિકે તેને ફિલ્મોમાંથી કાઢી નંખાવી હતી. જ્યારે વિવાદ વધ્યો ત્યાર હૃતિકે અભિનેત્રી વિરુદ્ધ સ્ટોકિંગ નો કેસ કર્યો હતો. જ્યારે અભિનેત્રીએ સામે કાઉન્ટર કેસ કર્યો હતો.
કરીના કપૂર-‘ કભી ખુશી કભી ગમ’ , ‘ યાદે ‘, મુજસે દોસ્તી કરોગી ‘ જેવી ફિલ્મોમા હૃતિક અને કરિનાએ સાથે કામ કર્યું છે. ત્યારે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ કરીને જણાવ્યું હતું કે, તેને પરિણીત પુરુષો માં કોઈ રસ નથી.
કેટરિના કૈફ-હૃતિક અને કેટરીના સંબંધોની ચર્ચા પણ થતી હતી પરંતુ બંનેમાંથી કોઈએ સંબંધનો સ્વીકાર કે અસ્વીકાર ક્યારેય કર્યો નહોતો.
પૂજા હેગડે-‘ મોહેં-જો-દડો ‘ માં પૂજા હેગડે અને હૃતિકે સાથે કામ કર્યું હતું. એ સમયે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી હતી. અભિનેત્રીએ એને ફક્ત પોતાનો મિત્ર ગણાવ્યો હતો.
યામી ગૌતમ-‘ કાબીલ ‘ ફિલ્મ પછી ચર્ચા થઈ રહી હતી કે યામી અને હૃતિક બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ને એના કારણે જ યામી અને પુલકિત સમ્રાટના સંબંધો બગડયા હોવાનું કહેવામાં આવતું હતું.
સુસ્મિતા સેન-અભિનેત્રી સુસ્મિતા સેન સાથે પણ હૃતિકનું નામ જોડાઈ ચૂક્યું છે. જો કે, જ્યારે અભિનેત્રીએ હૃતિક ભસીન સાથેના સંબંધનો સ્વીકાર કર્યો ત્યારે આ ચર્ચા બંધ થઈ હતી.