ઉનાળાની ઋતુ ચાલુ થઇ ચુકી છે, દરેક ને ચામડી ના કોઈને કોઈ રોગ થતા રહે છે અથવા તો ત્વચા સારી રહેતી નથી. જેના માટે દરેક લોકો કોઈને કોઈ ઉપાય કરતા હોય છે. દરેક મહિલાઓ પોતાના ચહેરાને સુંદર અને ગ્લોઇંગ બનાવવા માટે બહારની કેમિકલ વસ્તુઓ લગાવે છે.
આ કેમિકલ વસ્તુઓથી મહિલાઓના ચહેરા પર કાળા ડાગ, પીમપલ્સ, ક્રેક જેવી સમસ્યાઓ થાય છે. આજે અમે તમને એક એવા નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાયને નિયમિત રીતે અપનાવીને હોઠ ને એકદમ મુલાયમ અને સુંદર બનાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ હોઠ ના સરળ ઉપાય વિશે.
જૈતુન નું તેલ અને વેસેલીન :- જૈતુનનું તેલ અને વેસેલીન બંને મિક્સ કરીને દિવસમાં ત્રણ અથવા ચાર વાર ફાટેલા હોઠો પર લગાવવું. ત્રણ ચાર દિવસ નિયમિત ઉપચાર કરવા પર તમારા હોઠો ની તિરાડ ભરાવવા લાગશે.
મધ :- હોઠો માં તિરાડ થવા પર એટલે કે હોઠ ફાટી ગયા હોય તો મધ લઈને આંગળી થી ધીમે ધીમે ફેરવવું. થોડા જ દિવસો ના પ્રયાસ થી તમારા હોઠ પહેલા ની જેવા ચમકદાર અને મુલાયમ થઇ જશે.
કોકો બટર અને મધ :- બે મોટી ચમચી કોકો બટર, અડધી નાની ચમચી મધ વેક્સ લેવું. ઉકળતા પાણી પર એક વાસણ માં વેક્સ નાખીને ઓગળી લેવું, એમાં કોકો બટર મિક્ષ કરવું. હવે આ મિશ્રણ ને ઠંડુ થવા દેવું. પછી આ મિશ્રણ ને લીપ બ્રશની મદદ થી હોઠો પર લગાવવું. એનાથી હોઠો નું સૌંદર્ય બની રહેશે.
મહેંદીનું મૂળ અને બદામનું તેલ :- પોપડી બની રહેવી એ હોઠ નો રોગ જ બની ગયો છે તો તમે એનાથી પણ છુટકારો મેળવી શકો છો. એના માટે એક નાની ચમચી મહેંદી નું મૂળ લગભગ ૬૦ મિલિગ્રામ, બદામ નું તેલ, ૧૫ ગ્રામ બીજ વેક્સ લેવું.
મહેંદી ના જડ ને કુટી લેવું અને દસ દિવસ સુધી એને બદામ ના તેલમાં પલાળી રાખવું. દસ દિવસ પછી તેલ ને ગાળી લેવું. પછી એને પહેલો વિધિ અનુસાર જ ગરમ પાણી પર રાખીને ઓગળી લેવું. સરખી રીતે હલાવવું. એને લીપ બ્રશ થી હોઠો પર લગાવવાનું શરુ કરી દેવું.
લીંબુ હોઠ ની કાળાશ ને દુર કરવા માટે એક સારો ઘરેલું નુસખા હોઈ શકે છે. લીંબુ ના રસને નિયમિત રૂપથી રાત્રે સુતા પહેલા હોઠ પર લગાવવું. આ ઉપાય ને ઓછામાં ઓછું બે મહિના સુધી કરવું. જરૂર ફાયદો મળશે.