લગ્ન પછી હનીમૂન પર જતા સમયે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહિ તો પૂરો આનંદ ઉઠાવી શકશો નહિ

જાણવા જેવું

લગ્ન પછી દરેક નવ દંપતીઓ હનીમૂન પર જવા માટેના પ્લાન બનાવતા હોય છે. લગ્ન બાદ પતિ-પત્નિ એકબીજાને સમજવા માટે એકલામાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. નવા જીવનની શરૂઆત બંને માટે એકબીજાની પસંદ નાપસંદનું ધ્યાન રાખીને એક નવી શરૂઆત કરશો તો જીવનમાં નવો રંગ ભરી દેશે.

લગ્ન બાદ ફરવા જતા કપલ્સને અમુક એવી બાબતો છે જેની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. હનીમૂન પર જવા માટે તે એવી જગ્યા શોધે જે આનંદમયી હોવાની સાથે-સાથે તેમના બજેટમાં પણ હોય. તો ભારતમાં કેટલીક એવા હિલ સ્ટેશન છે. બંને રિલેક્સ રહી શકો તેવી શાંતિવાળી જગ્યા પસંદ કરવી જોઈએ. આ સમય એકમેકમાં ખોવાઇ જવાનો હોય છે. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને પ્રાઇવેસી ડિસ્ટર્બ ન થાય એ વાતનું હમેંશા ધ્યાન રાખવું.

કયાં જવુ એ વિચારીને કરો નિર્ણય :- એમ ન થાય કે વધારે એડવેન્ચરના ચક્કરમાં થાકી જાઓ કે પથારીમાં જતાં જ ઉંઘ આવી જાય. સ્થળ હમેંશા એવું પસંદ કરો જેવા કે હિલ સ્ટેશન, દરિયો, આવા સ્થળો પર તમે શાંતિથી બેસી શકો છો અને વાતોનો આનંદ માણી શકો છો.

વધારે ફેન્સી ડ્રેસથી બચવું:- લગ્નના અવસર પર નવયુગલ પાસે ખૂબ નવા ડ્રેસ હોય છે. ખાસ કરીને છોકરીઓ પાસે ફેન્સી ડ્રેસ અને અંડરગારમેંટસ ખૂબ હોય છે. હનીમૂન પર ફેન્સી ડ્રેસ સાથે જરૂરી છે કે એ કપડા આરામદાયક હોવા જોઈએ. જેથી કરીને તમે અનકમ્ફર્ટ ન રહો,

મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો :- હનીમૂન પર મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો કામ વગર વોટ્સઅપ કે ફેસબુક થી દૂર રહેવું જરૂર વગર ફોન પર લાંબી લાંબી વાત ન કરવી તેમજ બીજા કપ્લ્સને વધારે ન જોવું. કારણકે આ દરેક બાબત તમારી પર્સનલ લાઇફ ડિસ્ટર્બ કરી શકે છે.

સબંધમાં ઉતાવળ ન કરવી :- સેક્સ બાબતે વધારે એકસપરિમેન્ટ માટે ઉતાવળ કરો સાંભળેલી વાતોને તરત જ અજમાવાની જલ્દી ન કરવી. ખ્યાલ રાખો કે લાઈફ પાર્ટનર સાથે પહેલા ભાવનાત્મક રીતે જોડાવું છે. હર કોઇ છોકરીએ પણ તેના જીવનસાથી સાથેના સ્વપ્ન સેવ્યા હોય છે એટલે એકબીજાએ આ વાત પર ચર્ચા કરીને આગળ વધવું.

વિચારીને પરફ્યુમનો ઉપયોગ કરો :- પરફ્યુમ અને ડિયોનો ઉપયોગ પાર્ટનરની પસંદ મુજબ જ કરો વધારે ઉપયોગથી કે તેજ ગંધથી તમારા સાથીને પરેશાની થવા લાગે. અથવા કોઇ એવી સુગંધથી વાતાવરણ વધારે તંગ બની શકે છે.

રૂમને સારી રીતે તપાસવું :- હનીમૂન પર હોટલની પસંદગી સાવધાનીથી કરો. રૂમમાં કોઈ છુપાયેલો કેમરો તો નથી ને, તે અવશ્ય ચકાસો. આજકાલ આ વાતનું ધ્યાન રાખવુ કારણ કે ઘણી પોર્ન સાઇટ પર આ રીતેના વીડિયો અપલોડ કરી દેવામાં આવે છે.