આવતા મહિના માર્ચમાં હોળીનો પર્વ આવી રહ્યો છે. તેના પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે, હોળાષ્ટક દર વર્ષે હોળીના આઠ દિવસ પહેલા શરૂ થઈ જતા હોય છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે સૌરાષ્ટ્રમાં ફાલ્ગુની શુક્લ પક્ષની અષ્ઠમી ના તિથી એ શરૂ થઈ જાય છે. એવામાં તે 22 માર્ચથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે.
હોળાષ્ટક સાથે જોડાયેલી ઘણી ધાર્મિક માન્યતાઓ છે જેમ કે અત્યારે હોળાષ્ટક ચાલી રહ્યો છે તો લગ્ન કરવા, વાહન અથવા ધર ખરીદી કરવાના અથવા અન્ય કોઈ માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. પરંતુ તમે આ હોળાષ્ટક માં ભગવાનની પૂજા પાઠ, તેનું સ્મરણ અને ભજન કરી શકો છો.
તેનાથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. તેનાથી વધારે જો તમે હોળાષ્ટક દરમિયાન કંઈક ખાસ ઉપાયો કરો છો, તો તમને ઘણા સારા લાભ પ્રાપ્ત થતા હોય છે. આ છે તેના ઉપાયો ના પ્રકારો :-
સંતાન માટે જો :- જો કોઇ દંપતી ને સંતાનની પ્રાપ્તિ થતી નથી તો તેઓ હોળાષ્ટક માં લડ્ડુ ગોપાલ ની વિધિ વિધાન પૂર્વક પૂજાપાઠ કરે, આ દરમિયાન હવન પણ કરે, જેમાં ગાયનું શુદ્ધ ઘી અને મિસરી નો ઉપયોગ કરો. આ ઉપાય કરવાથી નિસંતાન ને પણ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. અને તેના ઘરે પણ પારણીયું બંધાઇ છે.
કરિયર મા સફળ થવા માટે :- જો તમે તમારા કરીયર માં તરક્કી પર તરક્કી કરવાનું ઈચ્છો છો તો કરો આ ઉપાય. ઘર અથવા ઓફિસ મા જવ, તલ અને સાકર નો હવન કરો. એવું કરવાથી તમારા કરિયરમાં આવવા વાળી બધી બાઘા ઓ દૂર થાય છે, અને તમે સફળ થાઓ છો. તમે જે ફિલ્ડ માં કામ શરૂ કરો છો, તેમાં આસાનીથી તમને સફળતાનો સ્વાદ ચાખવા મળી શકશે.
ધન પ્રાપ્તિ માટે :- જો તમે આર્થિક રૂપે થી કમજોર છો અથવા તો અત્યંત ધન કમાવા માંગો છો, તો હોળાષ્ટક મા આ ઉપાય જરૂર કરો. કરેણ ના ફૂલ ગાઠીયાવાળી હળદર પીળી, સરસવ અને ગોળ દ્વારા તમારા ઘરમાં હવન કરો. આવું કરવાથી પૈસા સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહીં ધન સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં પણ લાભ મળે છે.
સારા સ્વાસ્થ્ય માટે :- પોતાના સારા સ્વાસ્થ્ય માટે તમારે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કર્યા બાદ હવન કરવાનો ના ભૂલો. આવું કરવાથી તમને અસાધ્ય રોગોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
સુખમય જીવન માટે. :- જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે. તો હોળાષ્ટક મા હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ જરૂરથી શરૂ કરી દો. આ કરવાથી તમારા બધા દુઃખ દૂર થશે. જીવનમાં ખુશીયા જ ખુશીયા આવશે. તમારા જીવનમાં સુખ-સુવિધાઓ વધી જશે અને તમારૂ જીવન સુખમય બનશે.