એઇડ્સ (એચઆઈવી) શરીરના રોગપ્રતિકારક કોષોનો નાશ કરે છે અથવા તેને મારે છે. ૧ ડિસેમ્બરના દિવસ લોકો વર્લ્ડ એઈડ્સ દિવસના રૂપમાં મનાવે છે. સામાન્ય રીતે એઈડ્સ સંક્રમિત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાના કારણે થાય છે. એઇડ્ઝ અને એચઆઇવીની સારવાર રોગ થવાની ગતિ ધીમી પાડી શકે છે છતાં હાલમાં તેના ઉપચાર માટે કોઇ રસી નથી.
એઈડ્સના પ્રાથમિક લક્ષણો ઈન્ફલુંએન્ઝા (ફ્લુ)કે ગ્રંથીઓમાં સોજો આવે તેના દ્વારા ખબર પડે છે.પણ ઘણીવાર આ લક્ષણો જોઈ શકાતા નથી. એટલું તો આપણે પણ જાણીએ છીએ કે એઈડ્સ એક એવી જાનલેવા બીમારી છે કે જો તે એક વાર જો કોઈને થઈ જાય તો પછી તેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
એઇડ્સ ચેપની સારવારમાં મુશ્કેલી હોવાથી એઇડ્ઝ જેવા વ્યાપક રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ચેપ રોકવો તે અગત્યનો લક્ષ્યાંક છે, એઈડ્સ HIV વાયરસ ના શરીરમાં ફેલાવાને કારણેથી થાય છે જે ધીમે ધીમે માણસના શરીરને ઈમ્યૂન સિસ્ટમ ઉપર હુમલો કરે છે અને ધીમે ધીમે તેને ખૂબ જ નબળુ બનાવે છે.
એચઆઈવી સંક્રમણ સામે લડવા -નિયંત્રણમાં રાખવા માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. આજે અમે તમને એઈડ્સના કેટલાક એવા લક્ષણોના વિષયમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે પણ શોધી શકો છો કે તમને એઈડ્સ થયો છે કે નહીં.
આ છે એઈડ્સ થવાનો સૌથી પહેલો સંકેત :- જો તમને સખત તાવ રહેતો હોય અને કોઈ પણ પ્રકારની મેડિસિન તમારા પર કામ ન કરી રહી હોય તો તેનો મતલબ એવો થાય છે કે તમને HIV વાયરસે ઘેરી ને રાખ્યા છે. અને તે એઈડ્સ થવાનો સૌથી પહેલો સંકેત છે. જો સતત ત્રણ થી ચાર દિવસ સુધી તમને તાવ ન ઉતરે તો એવી હાલતમાં તમારા જલ્દીથી HIV નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
મસલ્સમાં ખેંચાણ અનુભવવું :- એઈડ્સ થવાનું એક લક્ષણ એ પણ છે કે જો કોઈ સામાન્ય પરિસ્થિતિમાં કે કોઈ પણ પ્રકારની શારિરીક એક્સરસાઈઝ કર્યા સિવાય પણ શરિરના મસલ્સમાં ખેંચાણ અનુભવાય છે અને અલગ અલગ જગ્યાએ મસલ્સમાં દુખાવો થાય છે તો પણ HIV એઈડ્સ હોવાના લક્ષણ હોઈ શકે છે. એવી સ્થિતી માં નજીકના પૈથલૈબ માં જઈને HIVનો ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જોઈએ અને તમારી ચિંતાને વિરામ આપવો જોઈએ.
થકાન અનુભવવી :- HIV ના વાયરસ શરીરને કમજોર બનાવી દે છે અને તેના કારણે ઈમ્યુન સિસ્ટમ પણ કમજોર પડી જાય છે અને થોડુ જ કામ કરતા કે પછી કોઈ ફિઝિકલ એક્સરસાઈઝ કરવાથી સ્થિતિમાં થકાન મહેસૂસ થવા લાગે છે. આ સંકેત પણ એઈડ્સ ના છે વધુ દિવસો સુધી આવુ અનુવ્યા પછી તરત જ HIVની તપાસ કરાવી લેવી જોઈએ કે તમે એઈડ્સનો શિકાર તો નથી ને?