જરૂરથી અજમાવો હાઈટ વધારવા ના ઘરેલુ ઉપાયો, થોડાક મહિનાની અંદર જ વધી જશે તમારે લંબાઈ

ઉપયોગી ટીપ્સ જાણવા જેવું

દરેક લોકો સારી હાઈટ મેળવવા માંગતા હોય છે. પરંતુ ઘણા લોકોની હાઈટ વધી શકતી નથી અને તે નાના કદના જ રહી જાય છે. જો તમે સારી હાઈટ મેળવવા માંગો છો અને તમારી ઉંમર 19 વર્ષથી ઓછી છે તો આ લેખ જરૂર થી વાંચો. કેમ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારી હાઈટ વધી જશે અને તમને લાંબું શરીર મળી જશે.

હાઈટ વધારવા ની ઉંમર :- સામાન્ય રીતે હાઈટ વધારેમાં વધારે 19 વર્ષ સુધી જ વધતી હોય છે. એટલા માટે જે લોકો ને ઉંમર 19 વર્ષથી ઓછી છે અને તેમની હાઈટ નાની છે તે આ ઉપાય જરૂરથી કરે. આ ઉપાયને કરવાથી તમારી હાઈટ વધી જશે. લંબાઈ વધારવાના ઘરેલુ ઉપાય…

ખાણીપીણીમાં ધ્યાન રાખો :- તમે કઈ ડાઈટ લો છો તેના પરથી તમારી હાઇટ નિર્ભર કરે છે. બાળકોને વિટામીન, કેલ્શિયમ, ઝીંક પ્રોટીન અને ફાઇબર યુક્ત ખોરાકનું સેવન વધારે માત્રામાં કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓ ખાવાથી હાઇટ પર સારી અસર પડે છે. તેની સિવાય બહારનું ખાવાનું અને સાકર નું સેવન કરવાથી બચવું જોઈએ. અને દૂધ પીતી સમયે પણ તેમાં સાકર નો ઉપયોગ ના કરવો જોઈએ. એક સારી ડાયટ લેવાથી પણ તમારી હાઈટ વધી શકે છે.

યોગા અથવા એક્સરસાઇઝ કરો :- યોગા અથવા એક્સરસાઇઝ કરવાથી હાઈટ સરળતાથી વધી શકે છે. જે બાળકો રોજ યોગા કરે છે તે બાળકો નું કદ ક્યારે પણ નાનું નથી રહેતું. એટલા માટે તમે દરરોજ યોગા કરો. રોજ અંદાજે પાંચ મિનિટ સુધી યોગા કરવાથી હાઈટ વધી જાય છે. હાઈટ વધારવા માટે તાડાસન કરવાથી પણ ફાયદો થાય છે.

આ રીતે કરો આ આસન :- તાડાસન કરવા માટે તમે સીધા ઊભા રહી જાવ. પછી તમારા હાથને ઉપર લઇ જાઓ. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને પગની એડીઓ ઉપર પોતાનો બધો વજન લાઓ. તેની સાથે જ પોતાના હાથને ખેંચો. આ આસન કરવાથી શરીરમાં ખેંચાણ થાય છે અને હાઈટ વધી જાય છે. એટલા માટે દરરોજ બાળકોને આસન જરૂરથી કરવું જોઈએ.

જો તમને યોગા પસંદ નથી તો આ તમે એક્સરસાઇઝ કરી શકો છો. એક્સરસાઈઝ કરવા માટે પણ શરીરમાં ખેંચાણ આવી જાય છે. એક્સરસાઈઝ કરતી વખતે દરરોજ થોડીક વાર માટે લટકી રહો. આવું કરવાથી શરીર લાંબું થાય છે. તેની સિવાય દરરોજ દોડ પણ લગાવી શકાય છે. દોડવાથી લંબાઈ વધી જાય છે.

તણાવથી બચો :- વધારે પડતો તણાવ લેવાથી હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે શરીર નાનુ જ રહે છે. એટલા માટે બાળકોને ભણતરનું વધારે તણાવ ના લેવું જોઈએ અને હંમેશા ખુશ રહેવું જોઈએ.

ભરપૂર ઊંઘ લો :- ઊંઘ શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. સારી ઊંઘ લેવાથી મગજનો વિકાસ પણ સારી રીતે થાય છે. અને શરીરમાં ઉર્જા બની રહે છે. તમારે દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ જરૂરથી લેવી જોઈએ. ઉપર જણાવેલા ઉપાયોની મદદથી તમારી હાઈટ વધી જશે અને તમારું શરીર લાંબુ થઈ જશે.