જાણો આ ભૂલના કારણે સૌથી વધારે બાથરૂમમાં જ આવે છે હાર્ટએટેક, મોટાભાગના લોકો કરે છે આ ભૂલ…

સ્વાસ્થ્ય

ઘણા લોકોને હાર્ટએટેકના કારણે મૃત્યુ થાય છે. હાર્ટ એટેક આપણા બ્લડ સર્ક્યુલેશન સાથે સંબંધિત છે. રક્ત પરિભ્રમણને કારણે, આપણા શરીરના ઘણા રોગો નિયંત્રણમાં રહેતા હોય છે તેમજ લોહીના પરિભ્રમણની સીધી અસર આપણા હૃદય પર પણ પડે છે. જેના કારણે પણ હાર્ટએટેકની સમસ્યા થાય છે.

મોટાભાગના લોકોને હાર્ટએટેક બાથરૂમ માં જ આવતા હોય છે. ઘણા લોકોના મનમાં વિચાર આવતા હશે કે બાથરૂમમાં જ હાર્ટ એટેક શા માટે આવતા હશે, તેના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને હાર્ટએટેકની સમસ્યાથી બચાવી શકો છો.

આજે અમે તમને જણાવી દઈએ કે સવારે બાથરૂમમાં હાર્ટ એટેક શા માટે આવે છે? તો સૌથી પહેલા જણાવીશું કે હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ નો મતલબ શું થાય છે? તો ચાલો અમે તમને જણાવી દઈએ.. કેવી રીતે એને કંટ્રોલમાં કરી શકાય છે..

વૈજ્ઞાનિકો મુજબ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા શરીરમાં રહેલા લોહી સાથે હોય છે. લોહી દ્વારા તમારા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હ્રદય સુધી ઑક્સીજન પહોંચાડતી ધમનીમાં કોઈ લોહી જામી જવાની સમસ્યા આવી જાય છે તો એનાથી હ્રદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. અને જેથી હાર્ટએટેક અને કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.

આપણે જ્યારે સવારમાં ટોયલેટમાં જઈએ છીએ, ત્યારે ઘણી વાર આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરતા હોઈએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધારે દબાણ ઉભું કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ ની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

અમે તમને જણાવી દઈએ કે દરેકના બાથરૂમનું તાપમાન ઘરના અન્ય રૂમ કરતા ઠંડું હોય છે. આ સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા માટે અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધારે કામ કરવું જોઈએ. હાર્ટ એટેકનું પણ આ એક કારણ બની શકે છે.

આપણું બ્લડપ્રેશર સવારે વધારે થોડું હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે સ્નાન કરવા માટે સીધા માથા પર વધારે પડતું ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ,  ત્યારે તે બ્લડ પ્રેશરને સીધી અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જો તમે ઇંડિયન ટોયલેટનો ઉપયોગ કરતા હોય, તો તે જ સ્થિતિમાં લાંબા સમય સુધી ન બેસવું જોઈએ. આ રીતે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા થી બચી શકાય છે.

બાથરૂમમાં સ્નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખવું જોઇએ અને પહેલા પગના તળિયાઓને પલાળવા અને એ પછી, માથા પર ધીમે ધીમે પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરવું અને ઉતાવળ પણ ના કરવી.

સ્નાન કરતી વખતે લાંબા સમય સુધી નહાવાના ટબ અથવા પાણીમાં ન રહેવું જોઈએ, નહિ  તો પછી તે તમારી ધમનીઓ પર તરત અસર કરે છે. આ સ્થિતિમાં લાંબા સમય સુધી બાથટબમાં બેસવું યોગ્ય નથી.